Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

અમેરિકામાં ઉજવાશે શરદ પૂર્ણિમા ઉત્સવ : શ્રી દ્વારકાધીશ મંદિર પાર્લીન ,ન્યુજર્સી મુકામે આવતીકાલ 20 ઓક્ટોબર બુધવારે ' શરદ પૂર્ણિમા ગરબા રાસ ' નું આયોજન

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ભારતનો લોકપ્રિય તહેવાર અમેરિકામાં પણ ઉમંગપૂર્વક ઉજવાશે. જે અંતર્ગત શ્રી દ્વારકાધીશ મંદિર , 717 ,વોશિંગટન રોડ ,પાર્લીન ન્યુજર્સી મુકામે આવતીકાલ 20 ઓક્ટોબર બુધવારે ' શરદ પૂર્ણિમા ગરબા રાસ ' નું આયોજન કરવામાં આવ્યું છે.જેનો સમય સાંજે 7 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

રાસ ગરબા બાદ રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષ માહિતી મંદિરના ફોન નં 732 -254 -0061 અથવા ઇમેઇલ www.dwarkadhishtemple.org દ્વારા મેળવી શકાશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે

(6:01 pm IST)