Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

' નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયાલાલકી ' : અમેરિકાના મેરીલેન્ડમાં આવેલા મંગલ મંદિરે આજ 19 ઓગસ્ટ શુક્રવારના રોજ જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે : રાત્રે 9 -00 કલાકે ભજન તથા રાત્રે 12 -00 વાગ્યે કૃષ્ણ જન્મ અને નંદ મહોત્સવ : 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન ગણેશ મહોત્સવ ઉજવાશે : 8 સપ્ટે.થી 14 સપ્ટે.સુધી પૂજ્ય મુરલિકાજીના વ્યાસાસને ભાગવત કથાનો લહાવો

મેરીલેન્ડ : ' નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયાલાલકી '. અમેરિકાના મેરીલેન્ડમાં 17110 , ન્યુ હેમ્પશાયર એવન્યુ ,અષ્ટોન ,મેરીલેન્ડ  મુકામે આવેલા મંગલ મંદિરે આજ 19 ઓગસ્ટ શુક્રવારના રોજ જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે .જે અંતર્ગત રાત્રે 9 -00 કલાકે કૃષ્ણ ભજન તથા રાત્રે 12 -00 વાગ્યે કૃષ્ણ જન્મ અને નંદ મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે.

વિશેષ માહિતી મંદિરના પૂજારીના કોન્ટેક નંબર (301) 421 -0985 દ્વારા અથવા ઈમૈલ shrimangalmandir@gmail.com દ્વારા મેળવી શકાશે.

આગામી 31 ઓગસ્ટ બુધવારથી 9 સપ્ટેમ્બર દરમિયાન ' ગણેશ મહોત્સવ ઉજવાશે .જે અંતર્ગત 31 ઓગસ્ટના રોજ સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન ભજન બાદ સાંજે 6 થી 7 વાગ્યા દરમિયાન ગણેશ પ્રોસેશન તથા સ્થાપના અને પૂજા કરવામાં આવશે.જેમાં મુખ્ય યજમાન થવા માટે 251 ડોલર ન્યોચ્છાવર રકમ રાખેલ છે.સાંજે 7 વાગ્યે મંદિર આરતી થશે.

1સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન દરરોજ ગણેશ પૂજા થશે.6 -45 કલાકે મંદિર આરતી થશે.બાદમાં સાંજે 7 -00 વાગ્યાથી 8 -00 વાગ્યા દરમિયાન ગણેશ પૂજા કરવામાં આવશે.જેમાં યજમાન થવા માટે દંપતી દીઠ અથવા પરિવારના 2 વ્યક્તિ દીઠ 101 ડોલર ન્યોચ્છાવર રકમ રાખેલ છે.

8 સપ્ટેમ્બરના રોજ ગણેશ પૂજા થશે.જે અંતર્ગત સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન ગણેશ પૂજા થશે.જેમાં યજમાન થવા માટે દંપતી દીઠ અથવા પરિવારના 2 વ્યક્તિ દીઠ 101 ડોલર ન્યોચ્છાવર રકમ રાખેલ છે.સાંજે 6 -45 કલાકે મંદિર આરતી થશે.

9 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ગણેશ વિસર્જન કરાશે .જે અંતર્ગત સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન ગણેશ પૂજન અને વિસર્જન કરાશે .જેમાં મુખ્ય યજમાન થવા માટે 251 ડોલર ન્યોચ્છાવર રકમ રાખેલ છે.બાદમાં મંદિર આરતી થશે.ત્યારબાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

જે અંગે વિશેષ માહિતી શ્રી ઈશ્વરભાઈ પટેલ (443) 694 -3541 અથવા શ્રી વિનોદ પટેલ (301) 526 -3096 ,શ્રી પંકજ પ્રેસવાલા (240) 305 -2999 ,અથવા મંદિરના પૂજારી (301) 421 -0985 દ્વારા અથવા shrimangalmandir@gmail.com દ્વારા મેળવી શકાશે.

 8 સપ્ટે.થી 14 સપ્ટે.સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વ્યાસપીઠે પૂજ્ય મુરલિકાજી બિરાજશે.

23 ઓગસ્ટ તથા 7 સપ્ટેમ્બરના રોજ એકાદશી છે.

વિશેષમાં મંદિર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે 1 ઓગસ્ટ સોમવારથી દર સોમવારે સ્પેશિઅલ શિવ ભજનોનું આયોજન કરવામાં આવેલ છે. જે મુજબ આગમે 22 ઓગસ્ટના રોજ છેલ્લા સોમવારે લાભ લેવા અનુરોધ કરાયો છે.ભજનનો સમય સાંજે 5 -30 થી 7 -00 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે.સાંજે 7 વાગ્યે મંદિર આરતી થશે. તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(12:33 pm IST)