Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સ (FIA) ના ઉપક્રમે ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ : ટાઈમ્સ સ્ક્વેર ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલના હસ્તે ત્રિરંગો લહેરાવાયો : ભારતના પ્રખ્યાત રોકસ્ટાર દેવી શ્રી પ્રસાદ (ડીએસપી), જાણીતા સંગીતકાર અને ગાયક શંકર મહાદેવન ,ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજ મુખર્જી ,નાસા અવકાશયાત્રી શ્રી રાજા ચારી, FIA ચેરમેન શ્રી અંકુર વૈદ્ય ,તથા પ્રેસિડન્ટ શ્રી કેની દેસાઈ ,શ્રી અથર્વ દેસાઈ સહીત ભારતીય સમુદાયના એક હજારથી વધુ સભ્યો એકઠા થયા : ભારતના રાષ્ટ્રગીતનું સામુહિક ગાન કરાયું

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સ (FIA) ના ઉપક્રમે ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ટાઈમ્સ સ્ક્વેર ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલના હસ્તે ત્રિરંગો લહેરાવાયો હતો.

આ પ્રસંગે ભારતના પ્રખ્યાત રોકસ્ટાર દેવી શ્રી પ્રસાદ (ડીએસપી), જાણીતા સંગીતકાર અને ગાયક શંકર મહાદેવન અને ન્યુયોર્ક સિટીના માનનીય મેયર એરિક એડમ્સ ,ડેપ્યુટી મેયર મીરા જોશી અને ન્યૂજર્સીના એસેમ્બલીમેન રાજ મુખર્જી ભારતીય અમેરિકન નાસા અવકાશયાત્રી શ્રી રાજા ચારી, ભારતીય અમેરિકન ફોર્મ્યુલા 3 રેસ કાર ડ્રાઈવર,અથર્વ દેસાઈ પણ હાજર હતા.તથા ભારતીય સમુદાયના એક હજારથી વધુ સભ્યો ટાઈમ્સ સ્ક્વેરના હાર્દમાં એકઠા થયા હતા.
વતન ભારતથી રાજકીય અગ્રણીઓ, શ્રી સંબિત પાત્રા અને શ્રી કૈલાશ વિજયવર્ગિયાએ પણ ભાગ લીધો હતો અને સભાને સંબોધિત કરી હતી.

આ તકે બોલતા માનનીય કોન્સ્યુલ જનરલ શ્રી જસવાલે કહ્યું કે આજે આપણે આઝાદી, લોકશાહી આ મહાન દેશ - યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે શેર કરીએ છીએ અને તેની ઉજવણી કરીએ છીએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને રાષ્ટ્રો સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખશે અને ભારત યુએસ સંબંધોનું નિર્માણ અને વિસ્તરણ કરવાનું ચાલુ રાખશે.

આ ઐતિહાસિક પ્રસંગે ટાઈમ્સ સ્ક્વેર ખાતે હાજર રહેવાની તક મળવા બદલ શ્રી DSP રોમાન્ચ અને આનંદ વ્યક્ત કર્યો અને તેમના દ્વારા રચિત આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્વ સંધ્યાએ રજૂ કરવામાં આવેલ ગીત 'હર ઘર તિરંગા' માંથી કેટલીક પંક્તિઓ ગાઈ હતી. ત્યારબાદ તેમણે સભાની સાથે સમૂહમાં લાઈવ રાષ્ટ્રગીત ગાયું હતું.

શ્રી શંકર મહાદેવને દેશભક્તિ ગીત 'એ વતન તુ રહે..' માંથી પંક્તિઓ ગાઈ હતી  અને ઉજવણીમાં DSP સાથે જોડાવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતી. ટાઈમ્સ સ્ક્વેર પર તેમના પરિવારની હાજરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો તક મળવા બદલ  ગૌરવ વ્યક્ત કર્યું હતું.

FIA ચેરમેન શ્રી અંકુર વૈદ્યએ ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહેમાનોનો આભાર માન્યો અને મેયરનો વિશેષ આભાર માન્યો હતો.  વૈદ્યએ સોમવારની સવારે મોટી સંખ્યામાં હાજર રહેનાર સમુદાયનો આભાર માન્યો હતો અને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ સ્પોન્સર્સ, એમનીલ, ડંકિન અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત ઉપસ્થિત રહેલા પ્રતિષ્ઠિત મહેમાનોનો આભાર માન્યો હતો.

એફઆઈએ પ્રેસિડન્ટ શ્રી કેની દેસાઈએ જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત સીમાચિહ્ન પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવી રહ્યો છે તે હકીકતનો તેઓને ખૂબ જ ગર્વ છે અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટેના તેમના વિઝન અને પ્રયાસો માટે ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સલામ કરે છે. આઝાદી કા અમૃત મહોત્સવના 75 વર્ષની ઉજવણી નિમિત્તે રુદ્ર ડાન્સ એકેડમી દ્વારા ડીએસપી રચિત ગીત "ઘર ઘર તિરંગા" પર ડાન્સ સ્કોર કરવામાં આવ્યો હતો.

શ્રી રાજા ચારી,કે જેમણે યુએસ અવકાશયાત્રી તરીકે ISS પર નાસા સ્પેસએક્સ ક્રૂ-3 મિશનના કમાન્ડર, અને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર 177 દિવસ ભ્રમણકક્ષામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે સેવા આપી હતી. સ્પેસ સ્ટેશન પરના તેમના સમય દરમિયાન, તેમણે બે સ્પેસવૉક કર્યા અને ત્રણ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન અને બે સિગ્નસ કાર્ગો વાહનોને કબજે કરવામાં અને છોડવામાં મદદ કરી, તેમણે માતૃભૂમિની 75મી વર્ષગાંઠની આ ઐતિહાસિક ઉજવણીમાં ભાગ લેવાનો આનંદ વ્યક્ત કર્યો. અને કહ્યું કે તેમના દિવંગત પિતા કે જેઓ હૈદરાબાદ આંધ્રપ્રદેશના રહેવાસી છે તેમને સન્માનના અતિથિ તરીકે મને જોઈને ખૂબ જ ગર્વ થયો હશે.

આ કાર્યક્રમમાં અથર્વ દેસાઈ અને તેના પિતાએ ભાગ લીધો હતો. અથર્વ, જે તેના રેસિંગ કાર સૂટમાં સજ્જ હતો, તેણે ટાઇમ્સ સ્ક્વેર પર ઉજવણીનો ભાગ બનવા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

સાંજે આઇકોનિક એમ્પાયર સ્ટાર બિલ્ડીંગને ભારતીય રાષ્ટ્રધ્વજ - ભગવા, સફેદ અને લીલાના ત્રિરંગામાં ઝળહળતી કરવામાં આવી હતી. ડીએસપી, શંકર મહાદેવન રાજા ચારી લાઇટિંગ સેરેમનીમાં જોડાઈને આનંદિત અને ભાવુક થયા હતા.

સાંજે હડસન નદી પર 220 ફૂટનો ખાદીનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો - લાઇટિંગના પ્રથમ બે કલાકમાં હજારોની સંખ્યામાં એક ભવ્ય ફોટો લેવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.તેવું શ્રી પરેશ ગાંધીના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(7:56 pm IST)