Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

કેનેડામાં પંજાબીઓનો દબદબો : ઓન્ટારિયો પ્રાંતમાં 2 જૂનના રોજ યોજાનારી ચૂંટણીઓમાં 20 NRI ઉમેદવારો મેદાનમાં : લિબરલ પક્ષ , નેશનલ ડેમોક્રેટિક પાર્ટી ,અને પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પાર્ટીએ પંજાબીઓને પૂરતું પ્રતિનિધિત્વ આપ્યું

ઓન્ટારીઓ : કેનેડામાં પંજાબીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. નેશનલ ડેમોક્રેટિક પાર્ટીએ બ્રામ્પટન સેન્ટરમાંથી સારા સિંહ, બ્રેમ્પટન નોર્થથી સંદીપ સિંહ, બ્રેમ્પટન નોર્થથી નવજોત કૌર, થોર્નહિલથી જસલીન કંબોજને મેદાનમાં ઉતાર્યા છે. ગ્રીન પાર્ટીએ અનિપ ધાડેને બ્રેમ્પટન નોર્થથી તેના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે.

કેનેડામાં ઓન્ટારિયો પ્રાંતીય ચૂંટણી માટે પંજાબ મૂળના 20 ઉમેદવારો મેદાનમાં છે. અહીંની તમામ 123 બેઠકો માટે 2 જૂને મતદાન થવાનું છે. ત્રણ મુખ્ય રાજકીય સંગઠનો (લિબરલ, નેશનલ ડેમોક્રેટિક પાર્ટી (NDP) અને પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પાર્ટી (PC)) ખાસ કરીને દક્ષિણ એશિયનો અને પંજાબીઓ પર ભારે દાવ રમી રહ્યા છે. તેમણે "પર્યાપ્ત પ્રતિનિધિત્વ" પણ આપ્યું છે.

અંતિમ યાદીમાં લિબરલ પાર્ટી અને પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પાર્ટીમાં છ પંજાબી, ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીમાં પાંચ, ગ્રીનમાં બે અને એક અપક્ષ એન.આર.આઈ ઉમેદવાર છે. મોટાભાગના પંજાબી ડાયસ્પોરા ટોરોન્ટોના બ્રેમ્પટન અને મિસીસૌગા ઉપનગરોમાં 11 મતદારક્ષેત્રોમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પાર્ટીએ બ્રેમ્પટન ઈસ્ટમાંથી હરદીપ ગ્રેવાલ, બ્રેમ્પટન વેસ્ટમાંથી અમનજોત સંધુ અને મિસિસોગા માલ્ટનમાંથી દીપક આનંદને મેદાનમાં ઉતાર્યા છે. લિબરલ્સે બ્રેમ્પટન ઈસ્ટમાંથી જન્નત ગ્રેવાલ, બ્રેમ્પટન નોર્થમાંથી હરિન્દર માલ્હી, બ્રેમ્પટન વેસ્ટમાંથી રિમ્મી ઝજ્જ, મિસીસૌગા માલ્ટનમાંથી અમન ગિલ, બ્રેન્ટફોર્ડ બ્રેન્ટમાંથી રૂબી તૂર અને એસેક્સમાંથી મનપ્રીત બ્રારને મેદાનમાં ઉતાર્યા છે.

NDPએ બ્રામ્પટન સેન્ટરમાંથી સારા સિંહ, બ્રેમ્પટન નોર્થથી સંદીપ સિંહ, બ્રેમ્પટન નોર્થથી નવજોત કૌર, થોર્નહિલથી જસલીન કંબોજને મેદાનમાં ઉતાર્યા છે. ગ્રીન પાર્ટીએ બ્રેમ્પટન નોર્થથી અનિપ ધાડે અને ડરહામથી મીની બત્રા જ્યારે ઓન્ટારિયો પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:03 pm IST)