Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અમેરિકામાં વસતા લાખો ભારતીયો માટે ખુશખબર : યુ.એસ.સિટિઝનશીપ બિલ 2021 સંસદમાં પેશ : ગ્રીન કાર્ડ માટે પ્રવાસીઓની સંખ્યા ઉપરની રોક દૂર થશે : H-1B વિઝાધારકોના આશ્રિતોને કામ કરવાની મંજૂરી મળશે

વોશિંગટન : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બીડને ચૂંટણી દરમિયાન આપેલા વચનોનું પાલન કરવાનું શરૂ  કરી દીધું છે. જે મુજબ અમેરિકામાં વસતા અને ત્યાંનું નાગરિકત્વ મેળવવા માટે વર્ષોથી રાહ જોતા ભારતીયો માટે સારા સમાચાર છે. જે અંતર્ગત  યુ.એસ.સિટિઝનશીપ બિલ 2021 સંસદમાં પેશ કરાયું છે.જે મુજબ હવે  ગ્રીન કાર્ડ માટે પ્રવાસીઓની સંખ્યા ઉપરની રોક દૂર થશે .તેમજ ટ્રમ્પ સરકારે સૂચવેલ પ્રવાસી ભારતીયોના આશ્રિતોને કામ કરવા ઉપરની રોક પણ દૂર થઇ જશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આશરે 5 લાખ ભારતીયો એવા છે કે જેઓ પાસે ત્યાં કાયમી રહેવા માટેના કોઈ સ્થાયી દસ્તાવેજ નથી.તેઓ માટે હવે નાગરિકત્વ મેળવવાના દ્વાર ખુલ્લા થઇ જશે.ઉપરાંત H-1B વિઝાધારકોના એક લાખ જેટલા  જીવનસાથીના કામ કરવાના અધિકાર ઉપર તોળાઈ રહેલી તલવાર પણ હટી જશે તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:13 pm IST)
  • રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસક્રમથી માંડીને પરીક્ષાને લઇને હજુ કોઇ સ્પષ્ટતા નહી: વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષકો મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાયાં: ઉપરાંત પ્રાથમિક વિભાગમાં ક્યાંથી કોર્ષ ચલાવો અને શું ભણાવવું તે અંગે પણ સ્પષ્ટતા કરાઇ નથી ધો. 1થી 5માં આગામી દિવસોમાં શિક્ષણ શરૂ થાય તેવી શક્યતા access_time 1:17 am IST

  • અમિતભાઇને આગ્રહ કરી જમાડી રહેલ નિરાશ્રીત પરિવારોની બહેનો : પશ્ચિમ બંગાળના નારાયણ પુરા ગામમાં નિરાશ્રીત -શરણાર્થી પરિવારો સાથે ગૃહપ્રધાન અમિતભાઇ શાહે ભોજન લીધું હતું. નિરાશ્રીત મહિલાઓ અમિતભાઇને આગ્રહપૂર્વક જમાડી રહેલ નજરે પડે છે. access_time 10:15 am IST

  • આસારામ ફરી જેલમાં : જોધપુર : સગીર બાળા ઉપર બળાત્કાર સબબ આજીવન કેદ ભોગવી રહેલ ૮૧ વર્ષના આસારામ બાપુને ફરી જેલ ભેગા કરી દેવાયા છે. છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે મથુરાદાસ માથુર હોસ્પિ.માં દાખલ કરેલ. લોકોની મોટી ભીડ ઉમટી પડેલ. જ્યાં તબિયતમાં કોઇ વાંધો નહિ દેખાતા ફરી જેલમાં ધકેલી દેવાયા છે. access_time 10:15 am IST