Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

હજુ એક મહિના પહેલા પંજાબથી કેનેડા ગયેલી 18 વર્ષીય યુવતીનું કાર અકસ્માતે કરુણ મોત : કારમાં બેઠેલી અન્ય એક યુવતી પણ મૃત્યુ પામી: ડ્રાયવર ઉપરાંત અન્ય બે યુવતીઓ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ : ગુડ્સ ટ્રેન સાથે અથડાયેલી કારે બે યુવતીઓનો ભોગ લીધો : ત્રણને ગંભીર ઇજા પહોંચાડી

બ્રામ્પટન : હજુ એક મહિના પહેલા પંજાબથી કેનેડા ગયેલી 18 વર્ષીય યુવતીનું કાર અકસ્માતે કરુણ મોત થયું છે. કારમાં બેઠેલી અન્ય એક યુવતી પણ મૃત્યુ પામી છે. ડ્રાયવર તથા અન્ય બે યુવતીઓને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુડ્સ ટ્રેન સાથે અથડાયેલી કારે બે યુવતીઓનો ભોગ લીધો છે. તથા ત્રણને ગંભીર ઇજા પહોંચાડી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ બ્રામ્પટન નજીક આવેલા રેલવે ક્રોસિંગ પાસે આ બનાવ બનવા પામ્યો છે.મૃતક બે યુવતીઓ પૈકીની એક 18 વર્ષીય યુવતી જશનપ્રિત કૌર તરીકે ઓળખાઈ છે.જે હજુ એક માસ પહેલા જ વધુ અભ્યાસ માટે કેનેડા ગઈ હતી. તેની કઝીન યુવતી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. રાત્રીના સમયે ડ્રાયવરને રેલવે ક્રોસિંગ સ્થળે સિગ્નલ નહીં દેખાતા ઉપરોક્ત બનાવ બનવા પામ્યો છે.તેવું ધ ટી.દ્વારા જાણવા મળે છે.

(2:07 pm IST)