Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે સંકટ : અનેક રાજ્યોમાં કોરોના સંક્ર્મણ વધ્યું : સંક્રમિત લોકોના મોતની સંખ્યામાં પણ વધારો નોંધાયો : મતદાન કેન્દ્રોમાં કર્મચારીઓની સંખ્યા ઘટવાની ભીતિ : ચૂંટણી આડે હવે બે સપ્તાહ જેટલો જ સમય બાકી

વોશિંગટન : અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણી આડે હવે બે સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે તેવા સંજોગોમાં દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્ર્મણ વધતા સંકટ સર્જાયું હોવાનું જાણવા મળે છે.  સાથોસાથ સંક્રમિત લોકોના મોતની સંખ્યામાં પણ વધારો નોંધાયો  છે.
પ્રાપ્ત માહિતી મુજબ આયોવા ,વિસ્કોસીન ,મિશિગન ,મિનેસોટા ,પેન્સિલવેનિયા ,તથા ઓહાયોમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે.પરિણામે મતદાન કેન્દ્રો ઉપર પણ કર્મચારીઓની સંખ્યા ઘટી શકવાની નોબત ઉભી થઇ શકે છે.આથી મતદાન કેન્દ્રો ઉપર લાંબી લાઈન લાગે તેવી શક્યતા છે.તેથી અમુક જગ્યાએ વધુ મતદાન કેન્દ્રો ખોલવાનું વિચારાઈ રહ્યું છે. તેમજ મતદારોને વધુ સમય ફાળવવા માટે તૈયાર રહેવું પડશે તેવી સૂચના અપાઈ રહી હોવાનું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:41 am IST)