Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

તાજી જન્મેલી બાળકીનો બારીમાંથી ઘા કરી દીધો : ભારતીય મૂળની મહિલા 23 વર્ષીય સબીથા ડુક્રમની ધરપકડ : પડોશીઓએ રુદનનો અવાજ સાંભળી ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ ભેગી કરી

ન્યુયોર્ક : યુ.એસ.સ્થિત ભારતીય મૂળની મહિલા 23 વર્ષીય સબીથા ડુક્રમએ ઘરના બાથરૂમના  ટબમાં નવજાત બાળકીને જન્મ આપી તેનો બારીમાંથી બહાર ઘા કરી દીધાની ચોંકાવનારી અને કરૂણ ઘટના બહાર આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ઘરની બહાર ફેંકાયેલી બાળકી એકદમ રડવા લગતા પાડોશીઓ દોડી આવ્યા હતા.તથા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ભેગી કરી હતી જ્યાં તેના મગજમાંથી લોહી વહી ગયું હોવાનું તથા સોજો આવી ગયો હોવાનું અને ફેક્ચર થયાનું જાણવા મળ્યું હતું  .
મહિલાની તાત્કાલિક ધરપકડ કરાઈ હતી.તથા તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.તેના કહેવા મુજબ તેણે ખાનગીમાં સુવાવડ કરી લીધી હતી.કારણકે બાળકીનું કોઈ ધણીધોરી નથી.
મહિલાની શારીરિક તથા માનસિક તપાસ ચાલુ છે.તથા બાળકીની સારવાર ચાલુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:32 pm IST)