Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

નેપાળ પ્રાઈમ મિનિસ્ટર ઓલી તથા પાર્ટી અધ્યક્ષ પ્રચંડ ઉપર લાંચનો આરોપ : હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે ચાઇનીસ કંપની પાસેથી 9 અબજ રૂપિયાની લાંચ લીધી : મારી પાસે પુરાવા છે : પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર બાબુરામ ભટરાઈ

કાઠમંડુ : ચીનની કઠપૂતળી બની ગયેલા નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલી તથા તેમની પાર્ટીના અધ્યક્ષ કમલ દહલ પ્રચંડ ઉપર ચાઇનીસ કંપનીને કોન્ટ્રાક આપવા માટે  9 અબજ રૂપિયાની લાંચ લીધાનો આરોપ લગાવાયો છે . જે આરોપ નેપાળના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર બાબુરામ ભટરાઈએ લગાવ્યો છે.
આરોપમાં દર્શાવાયા મુજબ નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી તથા વિપક્ષી નેપાળી કોંગ્રેસના અમુક આગેવાનોએ બુઢી ગંડકી હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે ચાઇનીસ કંપની પાસેથી  9 અબજ રૂપિયાની લાંચ લીધી છે. જોકે આ આગેવાનોએ આરોપનું ખંડન કર્યું હતું .જેના આધારે બાબુરામે જણાવ્યું હતું કે તેના પુરાવા પણ મારી પાસે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:28 pm IST)