Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

લંડનના મેયર તરીકેની સ્પર્ધામાંથી ભારતીય મૂળના મહિલા સુશ્રી ગીતા સીધુને બાકાત કરાયા : 1997 ની સાલમાં વંશીય ટિપ્પણી કરી હતી : લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ ટિકિટ ન આપી

લંડન : લંડનમાં યોજાનારી મેયર પદની ચૂંટણીમાં સાદીકખાનની જગ્યાએ મેયરનું સ્થાન લેવા ભારતીય મૂળની સામાજિક કાર્યકર મહિલા સુશ્રી ગીતા સિધુએ ઉમેદવારી નોંધાવી હતી.
પરંતુ 1997 ની સાલમાં તેઓએ જેવીશ કોમ્યુનિટી વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરી હતી.આથી લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ તેમને ટિકિટ આપી નથી.
જોકે આ અંગે સુશ્રી ગીતાએ ચોખવટ કરી હતી કે તેઓએ આ વિધાન બદલ તે સમયે જ માફી માંગી લીધી હતી.તેમ છતાં આટલા વર્ષો પછી આ બાબત ધ્યાને લઇ મને ટિકિટ આપવામાંથી બાકાત રાખવામાં આવી તેનું મને દુઃખ છે.

(12:35 pm IST)