Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

' સાઉથ એશિયન અમેરિકન્સ લીડીંગ ટુગેધર ( SAALT ) ' : અમેરિકામાં વસતા સાઉથ એશિયન પ્રજાજનોની સંસ્કૃતિ જાળવી રાખવા કાર્યરત ઓર્ગેનાઇઝેશન : ડિરેક્ટર બોર્ડમાં જુદી જુદી કોમ્યુનિટીના 10 મેમ્બરનો ઉમેરો કરાયો

વોશિંગટન : અમેરિકામાં સ્થાયી થયેલા સાઉથ એશિયન પ્રજાજનોની સંસ્કૃતિ જાળવી રાખવા તેમજ તેઓને કાયદાકીય ,સામાજિક ,આરોગ્ય ,ઉપરાંત શિક્ષણ ,ધર્મ ,,સમાનતા , સહીત તમામ ક્ષેત્રે મદદરૂપ થતા ' સાઉથ એશિયન અમેરિકન્સ લીડીંગ ટુગેધર ( SAALT ) ' ના ડિરેક્ટર બોર્ડમાં જુદી જુદી કોમ્યુનિટીના 10 મેમ્બરનો ઉમેરો કરાયો છે.

આ બોર્ડમાં  સ્થાન મેળવનાર નવા મેમ્બર્સમાં શ્રી મોનિક ભનોત , શ્રી સુમી દત્તા , શ્રી જયેશા દત્તા, શ્રી નિકિતા ચૌધરી ,શ્રી સબરીના સિંઘ ,શ્રી દીપા પંચાંગ ,શ્રી મહીન  કલિમ ,પુષ્કર શર્મા સહિતનાઓ સમાવેશ થાય છે. 

(7:04 pm IST)