Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પૂર્વ જનરલ કાસીમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા ઈરાન તલપાપડ : સાઉથ આફ્રિકા ખાતેના અમેરિકાના રાજદૂત લાના માર્ક્સ ઉપર હુમલો કરવાની ફિરાકમાં : અમેરિકન ડિટેક્ટિવ એજન્સીનો રિપોર્ટ

તેહરાન : ગત જાન્યુઆરી માસમાં અમેરિકાએ ઇરાનના જનરલ કાસીમની હત્યા કરી હતી.જેનો બદલો લેવા ઈરાન તલપાપડ થઇ રહ્યું છે તેવું અમેરિકાની ડિટેક્ટિવ એજન્સીએ જણાવ્યું છે.
એજન્સીએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે ઈરાન સાઉથ આફ્રિકા ખાતેના તેમના રાજદૂત લાના માર્ક્સ ઉપર હુમલો કરવાની ફિરાકમાં છે.
જો આ હુમલો થશે તો અમેરિકા અને ઈરાન વચ્ચેના સબંધો વધુ બગાડવાની ભીતિ સેવાઈ રહી છે.જેની અસર સમગ્ર એશિયા ઉપર પડી શકે છે તથા યુદ્ધ ફાટી નીકળી શકે છે.
આ સંજોગોમાં અમેરિકાએ તેમના રાજદૂતની સુરક્ષામાં વધારો કરી દીધો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:03 pm IST)
  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST

  • બાબરી ધ્વંસના 48 આરોપીઓ પૈકી 16 ના મૃત્યુ થઇ ચુક્યા છે : બાકીના 32 માં લાલકૃષ્ણ અડવાણી ,મુરલી મનોહર જોશી ,ઉમા ભારતી ,સહિતનાઓનો સમાવેશ : 28 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન બાળાસાહેબ ઠાકરે ,અશોક સિંઘલ ,મહંત અવૈદ્યનાથ સહીત 16 આરોપીઓએ ચિર વિદાય લીધી : 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો access_time 12:28 pm IST