News of Thursday, 15th February 2018

અમેરિકામાં સુગરલેન્‍ડ ટેકસાસના સીટી કાઉન્‍સીલર તરીકે ઉમેદવારી નોંધાવતા શ્રી હિમેશ ગાંધીઃ છેલ્લી ૩ ટર્મથી ચૂંટાઇ આવતા શ્રી ગાંધી આખરી ટર્મમાં પણ કોમ્‍યુનીટી સેવાઓ માટે આતુર

ટેકસાસઃ અમેરિકાના સુગરલેન્‍ડ ટેકસાસમાં છેલ્લી ૩ ટર્મથી કાઉન્‍સીલર તરીકે ચૂંટાઇ આવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી હિમેશ ગાંધીએ ચોથી તથા આખરી ટર્મમાં પણ ફરીથી ચૂંટાઇ આવવા માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે કોમ્‍યુનીટીના જીવન ધોરણમાં સુધારો લાવવાની નેમ ચાલુ રાખવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી છે

તેઓ ૨૦૧૨ની સાલમાં સૌપ્રથમવાર સૌથી નાની ઉંમરના કાઉન્‍સીલર તરીકે ચૂંટાઇ આવ્‍યા હતા. જયારે તેમની ઉંમર ૩૫ વર્ષની હતી. તેમણે ટાસ્‍ક ફોર્સ મેમ્‍બર તરીકે પણ સેવાઓ આપેલી છે. ઉપરાંત તેમની કાઉન્‍સીલર તરીકેની ટર્મ દરમિયાન તેઓએ ડ્રેનેજ પ્રોજેકટ, પ્રિઝન સાઇટ રિડેવલપમેન્‍ટ, તથા હરિકેન વાવાઝોડા દરમિયાન લોકોને મદદરૂપ થઇ તેમનું જીવન પૂવર્વત કરી આપવા જહેમત ઉઠાવી હતી.

તેઓ અનેક કોમ્‍યુનીટી સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. તેમજ ‘‘ફોર્ટી અન્‍ડર ફોર્ટી'' તરીકે પણ હયુસ્‍ટન વિઝનેસ જર્નલમાં સ્‍થાન મેળવી ચૂક્‍યા છે.

(11:25 pm IST)
  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • ધ્યાન દેજો...મોરબી પાસે કચ્છના નાના રણમાં 'કલ્પસર' જેવી જ પાણી સંગ્રહની શકયતા :યોજના અમલી બન્યે સૌરાષ્ટ્ર સોનુ ઉત્પન્ન થશેઃ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત access_time 4:11 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST