News of Thursday, 15th February 2018

‘‘અમેરિકન કેમિસ્‍ટ્રી કાઉન્‍સીલ''ના ચેર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી બોબ વી.પટેલની નિમણુંકઃ વિશ્વ વ્‍યાપ્‍ત પ્રશ્નો જેવા કે ફુડ સેફટી, શુધ્‍ધ પાણી, પ્રદુષણ, સહિતના ક્ષેત્રોમાં પોતાની કંપની દ્વારા શ્રેષ્‍ઠ કામગીરી કરવા બદલ પસંદગી

વોશીંગ્‍ટનઃ ‘અમેરિકન કેમિસ્‍ટ્રી કાઉન્‍સીલ'ના ચેર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી બોબ પટેલની નિમણુંક થઇ છે.

વિશ્વ વ્‍યાપ્‍ત પ્રશ્નો જેવા કે ફુડ સેફટી, શુધ્‍ધ પાણી, વાહનો દ્વારા ફેલાતુ પ્રદુષણ, સહિતની બાબતે કાર્યરત લીઓન્‍ડેલ બેઝેલ કંપનીના ceoના નાતે તેમણે બજાવેલી યશસ્‍વી કામગીરી બદલ તેમની ઉપરોક્‍ત હોદા ઉપર નિમણુંક થઇ છે.

 શ્રી પટેલના નેતૃત્‍વ હેઠળની આ કંપનીએ ફોર્ચ્‍યુન મેગેઝીનમાં સૌપ્રથમવાર ૨૦૧૮ની સાલની ‘‘વર્લ્‍ડસ મોસ્‍ટ એડમાયર્ડ કંપનીઝ''માં સ્‍થાન મેળવ્‍યું છે.

(11:23 pm IST)
  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST