Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

‘‘અમેરિકન સોસાયટી ફોર કવોલિટી'': ઉત્‍પાદન ક્ષેત્રે શ્રેષ્‍ઠ કવોલીટી જાળવનારને ફેલો તરીકે પસંદ કરતી સંસ્‍થાઃ ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૩ ફેલો પૈકી ૨ ઇન્‍ડિયન અમેરિકન

વોશીંગ્‍ટન ડીસીઃ ‘‘અમેરિકન સોસાયટી ફોર કવોલિટી'' દ્વારા ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૩ ફેલોમાં ૨ ઇન્‍ડિયન અમેરિકનએ સ્‍થાન મેળવ્‍યું છે.

આ ફેલો તરીકે પસંદ થયેલા ૨ ઇન્‍ડિયન અમેરિકનમાં સિસ્‍કો સિસ્‍ટમના સુશ્રી અલ્‍કા જાર્વિસ તથા વોશીંગ્‍ટન ડી.સી.સ્‍થિત શ્રી અભિજીત સેનગુપ્‍તાનો સમાવેશ થાય છે. જેઓની પસંદ પોતપોતાના ઉત્‍પાદન ક્ષેત્રમાં કવોલીટી ચેમ્‍પીયન હોવાના નાતે થઇ છે.

સુશ્રી અલ્‍કાને ૧૫૦ સ્‍ટાન્‍ડર્ડ ક્ષેત્રે સિસ્‍કો સેન્‍ટરમાં શ્રેષ્‍ઠ કામગીરી બદલ પસંદ કરાયા છે. જયારે શ્રી સેનગુપ્‍તાને ન્‍યુકિલયર પાવર ઇન્‍ડસ્‍ટ્રીમાં શ્રેષ્‍ઠ કવોલીટી બદલ પસંદ કરાયા છે. તે બંનેને એપ્રિલ ૨૦૧૮માં યોજાનારી વર્લ્‍ડ કોન્‍ફરન્‍સમાં ભાગ લેવા માટે મોકલાશે. તેવી શક્‍યતા છે. 

(10:12 pm IST)
  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • પાટણ કલેક્ટર ઓફિસમાં જ દલિત યુવાન ભડભડ સળગી ઉઠ્યો : વર્ષો બાદ પણ જમીન ન મળતા આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : પાટણમાં પોલિસ - ફાયર બ્રિગેડની હાજરીમાં જ દલિત યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : લોકોમાં મચી ગઈ નાસભાગ access_time 4:17 pm IST

  • અમદાવાદના જુહાપુરામાંથી લાખોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું : ૯II કિલો ચરસ સાથે ૩ની ધરપકડઃ મુંબઇથી મંગાવાયેલ હતું: નાર્કો વિભાગ- એનસીબીને મોટી સફળતા access_time 4:09 pm IST