Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

યુ.એસ.માં હરિ ઓમ મંદિરમાં પ્રજાસત્તાક દિન, વસંત પંચમી તથા સરસ્‍વતી પૂજા ઉત્‍સવ ઉજવાયોઃ ૨૮ જાન્‍યુઆરીના રોજ ઉજવાયેલ ત્રણ ઉત્‍સવ અંતર્ગત મંદિરમાં શણગાર સાથે શ્‍લોકો તથા ગીતોના નાદથી ભાવિકો ભાવવિભોર

યુ.એસ.માં હરિ ઓમ મંદિરના ઉપક્રમે ૨૮ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ ભારતનો પ્રજાસત્તાક દિન, વસંત પંચમી તથા સરસ્‍વતી પૂજા એમ ત્રણ ઉત્‍સવો ઉજવાયા હતા જે માટે મંદિર શણગારાયું હતું.

વસંત પંચમીની ઉજવણી માટે પીળા કલરના ફુલો તથા પીળા કલરના વષાો સાથે ભાવિકો આવ્‍યા હતાં તથા પીળા કલરના પ્રસાદ સાથે લંગરનું આયોજન કરાયું હતું. તેમજ ભારતના ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે ભારત તથા અમેરિકાનો ધ્‍વજ લહેરાવાયો હતો. બંને દેશોના રાષ્‍ટ્રગીતનું ગાન કરાયું હતું. સરસ્‍વતી પૂજન ઉત્‍સવ નિમિત્તે મા સરસ્‍વતીની પૂજા કરી સ્‍તુતિનું ગાન કરાયું હતું.

દેશભક્‍તિસભર ગીતો તથા ભારત માતાકી જય અને વંદે માતરમ્‌ના નાદ બાદ લંચ લઇ સહુ છુટા પડયા હતાં તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી જણાવે છે.

(11:01 pm IST)
  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST