News of Monday, 12th February 2018

તમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રજીસ્‍ટ્રેશન કરાવી લઇ અચૂક મતદાન કરોઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીની શિકાગો શહેરના મતદારોને અપીલ

શિકાગોઃ યુ.એસ.ઇલિનોઇસના ડેમોક્રેટીક ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીએ શિકાગોના ઇન્‍ડિયન અમેરિકન મતદારોને રજીસ્‍ટ્રેશન કરાવી લેવા તથા અચૂક મતદાન કરાવી લેવા અપીલ કરી છે.

તેમણે જમાવ્‍યું હતું કે તમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા રજીસ્‍ટ્રેશન કરાવી લઇ મતદાન કરવું ખાસ જરૂરી છે. જે માટે તેમના સમર્થકો કાર્યરત હોવાનું તેમણે જણાવ્‍યું હતું. તેઓ ગયા સપ્તાહમાં ઇટાસ્‍કા ટેમ્‍પલમાં આવ્‍યા ત્‍યારે ઉપરોક્‍ત ઉદબોધન કર્યુ હતું.

(9:53 pm IST)
  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST