Gujarati News

Gujarati News

News of Sunday, 11th February 2018

યુ.એસ.માં એડિસન ન્યુજર્સી સ્થિત શ્રી દેવેન્દ્રભાઇ નાગરભાઇ પટેલ (ઉ.વ.૪૮) નું દુઃખદ અવસાન : તે શ્રી અરવિંદભાઇ પી. પટેલના બ્રધર ઇન લો હતા : સ્મશાનયાત્રા આજ રવિવાર બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન જયોર્જ રિવેરા ફયુનરલ હોમ, બર્ગન ન્યુજર્સી ખાતે : ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : દુઃ ખદ અવસાન સખેદ જણાવવાનું કે યુ.એસ.માં એડિસન ન્યુજર્સી સ્થિત શ્રી દેવેન્દ્રભાઇ નાગરભાઇ પટેલ (ઉ.વ.૪૮) નું ગઇકાલ ૧૦ ફેબ્રુ. ૨૦૧૮ શનિવારના રોજ દુઃખદ અવસાન થયું છે.

સદગતની સ્મશાનયાત્રા આજ ૧૧ ફેબ્રુ. રવિવારના રોજ બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન જયોર્જ રિવેરા ફયુનરલ હોમ, ૪૫૪૩, કેનેડી બૌલવર્ડ, નોર્થ બર્ગન, ન્યુજર્સી મુકામે રાખેલ છે.

સદગતનું બેસણું/ પ્રાર્થનાસભાની તારીખ નકકી થયે જણાવાશે.

સ્વ. દેવેન્દ્રભાઇ ગુજરાતના અમધારા ગામના વતની હતા. તથા તેઓ ઇઝેલિન સ્થિત શ્રી અરવિંદભાઇ પી.પટેલના બ્રધર ઇન લો હતા. તેઓ તેમની પાછળ તેમના પત્ની શ્રીમતિ વર્ષાબેન તથા બે પુત્રો  અનુપ અને આદર્શ તેમજ વિશાળ ચાહકવર્ગને વિલાપ કરતા છોડી ગયા છે.

વિશેષ માહિતી માટે શ્રી અરવિંદભાઇ પટેલ  ૨૦૧-૯૩૬-૦૦૩૩ દ્વારા સંપર્ક સાધવા શ્રધ્ધાંજલી સાથ પટેલ પ્રગતિ પંડવની યાદીમાં જણાવાયું છે.

(12:15 pm IST)
  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST

  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર એક મહિલાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનારે નેશનલ કમિશન ફોર વુમનની મદદની માગણી કરતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા કમિશનએ મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાંની ખાતરી આપી છે. access_time 1:55 am IST