News of Wednesday, 14th February 2018

‘‘હર હર ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ મહા શિવરાત્રી પર્વની ભાવભેર ઉજવણીઃ સમૂહ શિવલીંગ પૂજામાં ભાવિકો જોડાયા

મેરીલેન્‍ડઃ યુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્‍ડના ઉપક્રમે ગઇકાલ ૧૩ ફેબ્રુ.૨૦૧૮ મંગળવારના રોજ ‘‘મહા શિવરાત્રી'' પર્વ ઉજવાયું હતું.આ ઉત્‍સવની ઉજવણી નિમિતે સમૂહ શિવલીંગ પૂજામાં ભાવિકો જોડાયા હતા. તથા અભિષેક આરતી, ભજન ધૂન તથા ફળાહારનો લાભ લીધો હતો. મંદિર આખી રાત ખુલ્લુ રખાયું હતું. તેવું મંદિરની યાદીમાં જાણવા મળે છે.

(10:59 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં ૧૪ મુસ્લિમોએ હિન્દુ ધર્મ અપનાવ્યોઃ એક જ પરિવારના ૧૪ લોકોનું ધમાઁતર થતા મળવા ગયેલા પત્રકારો સાથે હિન્દુવાદી સંગઠન આયોજીત કાર્યક્રમમાં બબાલ access_time 8:48 pm IST

  • ૪૪ દિવસમાં સરહદ ઉપર દુશ્મનો સામે લડતા લડતા ૨૬ જવાનોએ બલિદાન આપ્યા access_time 4:11 pm IST

  • ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જળસંકટ, આગામી બજેટ સત્ર ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે જ કેનેડાના પીએમ આગામી અઠવાડિયે ગુજરાત આવવાના હોઈ તે મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. access_time 3:33 pm IST