Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અમેરિકાના જખમ ઉપર મીઠું ભભરાવવાનું કામ કરશે તાલિબાન સરકાર : સંયુક્ત રાષ્ટ્રએ આતંકી જાહેર કરેલા 14 તાલિબાની મંત્રીઓની શપથવિધિ 9/11 ના રોજ થાય તેવી શક્યતા : અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 2001ની સાલમાં 9/11 ના રોજ થયેલા આતંકી હુમલાની 20મી વર્ષી યાદ કરાવવાનો હેતુ


અફઘાનિસ્તાન : અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર અમેરિકાના જખમ ઉપર મીઠું ભભરાવવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે. જે મુજબ સંયુક્ત રાષ્ટ્રએ આતંકી જાહેર કરેલા 14 તાલિબાની મંત્રીઓની શપથવિધિ  9/11 ના રોજ થાય તેવી શક્યતા છે. જેનો હેતુ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 2001ની સાલમાં 9/11 ના રોજ થયેલા આતંકી હુમલાની 20 મીવર્ષી યાદ કરાવવાનો છે.

તાલિબાને પસંદ કરેલી તારીખ અમેરિકાને ઘણી પીડા આપનારી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાનની વચગાળાની સરકારના શપથગ્રહણ 9/11 ની 20 મી વર્ષગાંઠ પર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે 20 વર્ષ પહેલા 2001 માં અલ કાયદાના આતંકવાદીઓએ અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી ખરાબ હુમલો કર્યો હતો. વિમાનોને હાઇજેક કરીને આતંકવાદીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન હેડક્વાર્ટરના ટ્વીન ટાવર્સ પર હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં 3 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. આનો બદલો લેવા અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સૈન્ય અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન જ્યારે તાલિબાનને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા ત્યારે અલ કાયદા સહિતના ઘણા આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બમારો થયો હતો. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(10:38 am IST)