Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

અમેરિકાના ફ્લોરિડામાં યોજાનારા રિપબ્લિક પાર્ટીના અધિવેશનમાં પ્રતિનિધિત્વ કરવા ડો.સંપટ શિવાંગી ચૂંટાઈ આવ્યા : 24 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન આયોજિત અધિવેશનમાં અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની પસંદગી કરાશે

ફ્લોરિડા : અમેરિકાના ફ્લોરિડામાં યોજાનારા રિપબ્લિક પાર્ટીના અધિવેશનમાં પ્રતિનિધિત્વ કરવા ઇન્ડિયન અમેરિકન  ડો.સંપટ શિવાંગી સતત પાંચમી વખત ચૂંટાઈ આવ્યા છે.  24 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન આયોજિત અધિવેશનમાં અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની પસંદગી કરાશે
ડો.સંપટ શિવાંગી ઇન્ડિયન અમેરિકન ફોરમ ફોર પોલિટિકલ એજ્યુકેશન ના રાષ્ટ્રીય પ્રમુખ છે.તથા લાંબા સમયથી રિપબ્લિકન આગેવાન તરીકે કાર્યરત છે.
ઉપરોક્ત અધિવેશનમાં પ્રતિનિધિત્વ કરવાની તક મળશે તે બદલ તેમણે ખુશી વ્યક્ત કરી હતી.

(1:34 pm IST)