Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પાકિસ્‍તાનના સિંધ પ્રાંતના સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીઃ પાકિસ્‍તાન પિપલ્‍સ પાર્ટીના ઉમેદવાર સુશ્રી ક્રિશ્‍ના ચૂંટાઇ આવશે તો સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટરનો વિક્રમ સર્જાશે

ઇસ્‍લામાબાદઃ પાકિસ્‍તાનના સિંધ પ્રાંતમાં સેનેટની બેઠક ઉપર પાકિસ્‍તાની પિપલ્‍સ પાર્ટી (PPP)એ હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીને ટિકીટ આપી છે. જો તેઓ ચૂંટાઇ આવશે તો તેઓ મુસ્‍લિમ બહુમતિ ધરાવતા પાકિસ્‍તાન દેશના સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટર બનશે.

સુશ્રી ક્રિશ્‍ના કોહલી પરિવારમાંથી આવે છે. જેઓ સ્‍વાતંત્ર્ય સેનાની રૂપલો કોહલીના વંશજ છે. આ સ્‍વાતંત્ર્ય સેનાનીએ ૧૮૫૭ની સાલમાં અખંડ ભારતના સિંધ પ્રાંતમાં બ્રિટીશ સૈન્‍ય સામેની લડાઇમાં ભાગ લીધો હતો.

તેમના ભાઇ પણ પાકિસ્‍તાની પીપલ્‍સ પાર્ટીના મેમ્‍બર છે તથા તેઓ યુનિયન કાઉન્‍સીલ બ્‍યુરોના ચેરમેન તરીકે ચૂંટાઇ આવ્‍યા હતા.

ગરીબ કોહલી પરિવારમાંથી આવતા સુશ્રી ક્રિશ્‍નાનો જન્‍મ ૧૯૭૯ની સાલમાં થયો છે. તેમણે સિંધ યુનિવર્સિટીમાંથી માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:50 pm IST)