News of Sunday, 11th February 2018

યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ મિસૌરી કન્‍સાસના ચાન્‍સેલર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણ શાસ્‍ત્રી શ્રી સી.મૌલી અગરવાલની નિમણુંકઃ ૨૦ જુન ૨૦૧૮ થી હોદો સંભાળશે

કન્‍સાસઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણશાસ્‍ત્રી શ્રી સી.મૌલી અગરવાલની યુનિવર્સિટી ઓફ મિસૌરીના કન્‍સાસ શહેરના ચાન્‍સેલર તરીકે નિમણુંક થઇ છે.

હાલમાં તેઓ યુનિવર્સિટી ઓફ ટેકસાસ સાન એન્‍ટોનિઓમાં વચગાળાના વાઇસ પ્રેસિડન્‍ટ ફોર એકેડેમિક ચફેર્સ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. ૨૦ જુન ૨૦૧૮ના રોજ તેઓ નવનિયુક્‍ત હોદો સંભાળશે.

(11:47 pm IST)
  • અમદાવાદમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવી: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવ્યા : સીતારામ ચોક પાસે બન્યો બનાવ : સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી access_time 11:44 am IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST