News of Friday, 9th February 2018

રેણુકા ચૌધરી જ નહીં મણિશંકર અય્યર પણ કોંગ્રેસ માટે બોજરૂપ :તહસીન પુનાવાલાનું ટ્વીટ

રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા મામલે વિરોધ કરનાર તહસીને ટ્વીટ કરતા ફરીવાર ચર્ચામાં

 

નવી દિલ્હી ;રેણુકા ચૌધરીના હાસ્યનો મુદ્દો રાજકારણમાં ગરમી પકડી રહયો છે કોંગ્રેસ વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરે કે કેમ તે અંગે સમયની રાહ જોવી રહી પરંતુ પહેલા કોંગ્રેસના એક સમર્થક તહસીન પુનાવાલાએ ટ્વિટર પોસ્ટ કરી કહ્યું છે ,, કોંગ્રેસનો કરટ્ટર સમર્થક હોવાના કારણે હું ઈમાનદારીથી સ્વિકારૂ છું કે રેણુકા ચૌધરી અને મણિશંકર અય્યર પાર્ટી માટે બોજ સમાન છે. તેમના ઘમંડના કારણે કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે. ગાંધી અને નેહરૂ જેવા નેતાઓની પાર્ટી છે

 

  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તહસીન પુનાવાલાએ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવતા તેનો વિરોધ કર્યો હતો. જે બાદ તહસીન પુનાવાલા ચર્ચામાં આવ્યા હતાં.

 

(9:46 pm IST)
  • દિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST

  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST