Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ભારતમાંથી પુત્ર તરીકે દતક લેવાયેલા નિકલોસ સેમ્‍યુઅલ ગુગ્‍ગર સ્‍વિટઝરલેન્‍ડના MP બન્‍યા : ૪૮વર્ષ પહેલા ૧૯૭૦ ની સાલમાં કર્ણાટકનાં ઉડુપીમાંથી સ્‍વિસ દંપતિએ માત્ર ૮ દિવસની ઉંમરના બાળકને દતક લીધુ હતું : આ દતક પુત્ર શ્રી ગુગ્‍ગરએ સ્‍વિસ પાર્લામેન્‍ટના સૌપ્રથમ ભારતીય મૂળના સાંસદ બનવાનું માન મેળવ્‍યું

ન્‍યુદિલ્‍હી : આજથી ૪૮ વર્ષ પહેલા ભારતના કર્ણાટકના ઉડુપીમાંથી માત્ર આઠ દિવસની ઉંમરના અનસુયા નામક મહિલાના પુત્રને દતક લઇ સ્‍વિટઝરલેન્‍ડ લઇ ગયેલા પાલક માતા-પિતાના પુત્ર નિકલોસ સેમ્‍યુઅલ ગુગ્‍ગર આજ સ્‍વિસ પાર્લામેન્‍ટમાં મેમ્‍બર છે. જે સ્‍વિટઝરલેન્‍ડના સૌપ્રથમ ભારતીય મૂળના સાંસદ તરીકે માન ધરાવે છે.

તાજેતરમાં દિલ્‍હી મુકામે યોજાઇ ગયેલી PIO પાર્લામેન્‍ટમાં ભાગ લેવા આવેલા આ સાંસદે પોતાની આપવીતીમાં જણાવ્‍યા મુજબ આ ૪૮ વર્ષની ઉંમરમાં તેણે અનેક સંઘર્ષ કરેલા છે. પાલક માતા-પિતાની સ્‍થિતિ સામાન્‍ય હોવાથી તેણે યુવાવસ્‍થા દરમિયાન વધુ શિક્ષણ મેળવવાનો ખર્ચ કાઢવા માટે ટ્રક ડ્રાઇવર તેમજ માળી તરીકે પણ કામ કર્યુ છે.

૧ મે ૧૯૭૦ના રોજ ઉડુપીમાં જન્‍મેલા શ્રી ગુગ્‍ગર ૨૦૦૨ની સાલમાં વિન્‍ટરથર સીટીમાં કાઉન્‍સીલર તરીકે ચુંટાઇ આવ્‍યા હતા. તથા બાદમાં ૨૦૧૭ની સાલમાં દેશની લઘુમતિ પાર્ટીના ઉમેદવાર તરીકે નવેં. માસમાં પાર્લામેન્‍ટમાં ચૂંટાઇ આવ્‍યા હતાં. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:15 pm IST)