News of Saturday, 13th January 2018

ભારતમાંથી દત્તક લીધેલી ૩ વર્ષની માસૂમ બાળકી શેરીનના હત્‍યારા પાલક પિતાને મોતની સજા ફરમાવવા સરકારી વકીલની ભલામણઃ દલાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વેસ્‍લે મેથ્‍યુએ ઓકટો.૨૦૧૭માં રાત્રે દૂધ પીવાના સામાન્‍ય મામલે દત્તક પુત્રીને બેરહેમ પણે મારતા મોત નિપજ્‍યુ હતું

ટેકસાસઃ ભારતમાંથી દત્તક લીધેલી ૩ વર્ષની માસૂમ બાળકી શેરીનને માર મારી હત્‍યા નિપજાવવાના આરોપસર પકડાયેલા પાલિક પિતા ઇન્‍ડિયન અમેરિકન ૩૭ વર્ષીય વેસ્‍લે મેથ્‍યુને મોતની સજા ફરમાવવા પ્રોસીકયુટર્સ દ્વારા ભલામણ થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઓકટો ૨૦૧૭માં દૂધ પીવાના મામલે રાત્રે શેરિનને બેરહેમીપૂર્વક માર મારી બહાર ફેંકી દઇ તેનું મોત નિપજાવવાનો આ પાલક પિતા ઉપર આરોપ છે. આ બાળકીને ઘરની પાછળના વાડામાં ફેંકી દેવાઇ હોવાથી તેની લાશ મળી આવતા મેથ્‍યુ દંપતિની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં આ બાળકી ઉપર હિંસા આચરાઇ હોવાથી તેનું મોત થયાનું ખૂલ્‍યુ હતુ. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:22 pm IST)
  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST

  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST

  • ઇંગ્લેન્ડના નોટિંગઘમ રેલવે સ્ટેશનમાં લાગી ભીષણ આગ : સમગ્ર સ્ટેશન ખાલી કરાવાયું : આગ પર કાબુ મેળવવા અગ્નિશામક તંત્ર લાગ્યું કામે : આતંકી હુમલાની સેવાય રહી સંભાવના access_time 9:07 am IST