Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

‘‘નાઇટ હેન્‍નેસી સ્‍કોલર્સ'': યુ.એસ.ની સ્‍ટેન્‍ફોર્ડ યુનિવર્સિટીએ જાહેર કરેલા ૨૦૧૮ની સાલના ૨૦ દેશોના ૪૯ સ્‍કોલર્સમાં સ્‍થાન મેળવતા ૫ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસ

સ્‍ટેન્‍ફોર્ડઃ યુ.એસ.ની સ્‍ટેન્‍ફોર્ડ યુનિવર્સિટીએ તાજેતરમાં જાહેર કરેલા ૨૦૧૮ની સાલના ૪૯ નાઇટ હેન્‍નેસી સ્‍કોલર્સમાં પાંચ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસએ સ્‍થાન મેળવ્‍યું છે. આ ૪૯ સ્‍કોલર્સ જુદા જુદા ૨૦ દેશોના છે જેઓ સ્‍ટેન્‍ફોર્ડ યુનિવર્સિટીના ૨૮ ગ્રેજ્‍યુએટ પ્રોગ્રામમાંથી ડીગ્રી મેળવશે.

નાઇટ હેન્‍નેસી સ્‍કોલર્સ તરીકે પસંદ થયેલા પાંચ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસમાં નિતિશા બારોનિઆ, અનોમા ભટ્ટ, સુહાની જલોટા, આદિથ મુર્થી તથા આદિત્‍ય વિશ્વનાથનો સમાવેશ થાયે છે.

જેઓ લો, ઇન્‍ટરનેશનલ પોલીસી, હેલ્‍થ પોલીસી, મટીરીઅલ સાયન્‍સ તથા સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી ક્ષેત્રે વિવિધ ડીગ્રીઓ મેળવવા માંગે છે.

(11:13 pm IST)