Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સાઉદી અરેબિઆમાં નોકરી કરતા ભારતીયો પૈકી ૩૦ લાખ કર્મચારીઓ ઉપર ઝળુંબી રહેલો બેરોજગારીનો ભયઃ સપ્‍ટેં.૨૦૧૮ પછી જુદા જુદા ૧૨ વ્‍યાવસાયિક ક્ષેત્રોમાં માત્ર સ્‍થાનિક લોકોને જ નોકરી આપવાનો સરકારનો હુકમ

સાઉદી અરેબિયાઃ સાઉદી અરેબિયા સરકારે ૨૦૧૮ની સાલના સપ્‍ટેં. માસ પછી લાગુ પડે તે રીતે નવો આદેશ જારી કર્યો છે જે મુજબ ૧૨ ક્ષેત્રોમાં સ્‍થાનિક કર્મચારીઓને જ નોકરી આપી શકાશે. ખાસ કરીને વિદેશથી આવતા લોકોના કારણે સ્‍થાનિક પ્રજાજનોની રોજગારી ઉપર થતી અસર નાબુદ કરવા આ પગલુ લેવાયું છે.

જે ક્ષેત્રોમાં વિદેશી નાગરિકાને રોજગારી નહીં આપી શકાય તેમાં ઘડિયાળની દુકાન, ચશ્‍માની દુકાન, મેડીકલ સ્‍ટોર, ઇલેકટ્રીક તથા ઇલેકટ્રોનિક શોપ્‍શ, કાર સ્‍પેરપાર્ટસ, બિલ્‍ડીંગ મટીરીયલ, કાર્પેટ, ઓટો મોબાઇલ, બાઇકની દુકાન, હોમ ફર્નીચર, રેડીમેડ ગાર્મેન્‍ટ, ઓફિસ, મટીરીયલ્‍સ, વાસણની દુકાન, તથા કેક અને પેસ્‍ટ્રી વ્‍યવસાય સાથે સંકળાયેલા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આથી ઉપરોક્‍ત ક્ષેત્રોમાં કામ કરતા ભારતીય મૂળના ૩૦ લાખ જેટલા કર્મચારીઓ ઉપર બેરોજગારી નિર્માણ થવાની ભીતિ સેવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સરકારે દરેક ક્ષેત્રોમાં ૧૦ ટકા સ્‍થાનિક કર્મચારીઓ રાખવાનો હુકમ કરેલો છે.

(9:14 pm IST)