Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં નવરાત્રી રાસ ગરબાની રમઝટ બોલશે : ઈન્ડો અમેરિકન કલચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સીના ઉપક્રમે 15 અને 16 ઓક્ટોબરના રોજ કરાયેલું આયોજન : બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ ડાન્સ માટે ઈનામોની વણઝાર ,ઉપરાંત ફૂડ વેન્ડર્સ ,તેમજ સ્થળ ઉપર ફ્રી કોવિદ ટેસ્ટની વ્યવસ્થા : વેક્સીન લીધાનું પ્રુફ સાથે લાવવા વિનંતી સાથે ટિકિટ માટે રજીસ્ટ્રેશન શરૂ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં ઈન્ડો અમેરિકન કલચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સીના ઉપક્રમે 15 અને 16 ઓક્ટોબરના રોજ રાસ ગરબા 2021ની રમઝટ બોલશે. સાઉથ બ્રન્સવિક હાઈસ્કૂલ ,750 ,રીજ રોડ ,મોનમાઉથ જંકશન ,ન્યુજર્સી ,મુકામે આયોજિત કાર્યક્રમનો સમય રાત્રે 8-30 થી વહેલી સવારે 1-30 વાગ્યા સુધીનો રહેશે.કાર્યક્રમમાં મહેશ મહેતા ગ્રુપ ,રાસ ,ગરબા ,તથા સનેડો સાથે ખેલૈયાઓને ગરબે ઘુમાવશે.

નવરાત્રી ઉત્સવની આ ઉજવણી દરમિયાન બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ ડાન્સ માટે ઈનામોની વણઝાર ,ઉપરાંત ફૂડ વેન્ડર્સ ,તેમજ સ્થળ ઉપર ફ્રી કોવિદ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.વેક્સીન લીધાનું પ્રુફ સાથે લાવવાની  વિનંતી સાથે ટિકિટ માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

ટિકિટના દર પુખ્ત વયના લોકો માટે 20 ડોલર ,સ્ટુડન્ટ્સ માટે ( આઈ.ડી.પ્રુફ સાથે ) 15 ડોલર રાખવામાં આવેલ છે. બંને દિવસની સાથે ટિકિટ લેવામાં આવે તો પુખ્ત વયના લોકો માટે 35 ડોલર ,તથા સ્ટુડન્ટ્સ માટે  ( આઈ.ડી.પ્રુફ સાથે ) 25 ડોલર રાખવામાં આવેલ છે. ટિકિટ માટે venmo દ્વારા tpatel434 અથવા zello મારફત tpatel434@yahoo.com દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

 

.ઉત્સવની એક્ઝિક્યુટિવ કમિટીમાં શ્રી રાઓજીભાઈ પટેલ ,શ્રી મહેશ પટેલ ,શ્રી મહેશ મેક શાહ ,ડો.તુષાર પટેલ ,શ્રી રાજેશ પટેલ ,સુશ્રી સુરભી અગરવાલનો સમાવેશ થાય છે. તથા કમિટી મેમ્બર્સમાં શ્રી સુનિલ શાહ ,શ્રી કેતન ભટ્ટ ,શ્રી મયંક પટેલ ,શ્રી જયેશ પટેલ ,શ્રી મહેન્દ્ર પટેલ ,શ્રી નિશિથ મહેતા ,શ્રી એમ.ઝેડ.પટેલ ,શ્રી દિપક પંડ્યા ,શ્રી રોહિત સોની ,શ્રી નિલેશ શાહ ,શ્રી જીતુ માખેજા ,શ્રી પ્રશાંત ત્રિવેદી ,શ્રી નયન જેઠવા ,શ્રી રાજેશ ઠાકર ,સુશ્રી ઇરા મહેતા ,સુશ્રી કીર્તિ મહેતા ,સુશ્રી ડિમ્પલ પટેલ ,તથા સુશ્રી નૈના ગોએલનો સમાવેશ થાય છે.ટ્રસ્ટીઓ તરીકે શ્રી હિતેશ પટેલ ,શ્રી રેવો નાવાની ,તથા શ્રી જાધવ ચૌધરીનો સમાવેશ થાય છે.

મીડિયા સ્પોન્સર તરીકે INDUS  ,અકિલા ,ટીવીએશિયા ,ગુજરાત દર્પણ ,GOPIO સેન્ટ્રલ જર્સી ચેપટર ,ભટ્ટ ફાઉન્ડેશન ઇન્ક ,સરદાર પટેલ યુનિવર્સીટીના પૂર્વ વિદ્યાર્થીઓ ,હી ઇન્ડિયા ,પરીખ મીડિયા ,આઇટીવી ગોલ્ડ ,સહિતનાઓનો સમાવેશ થાય છે.

સ્પોન્સરશિપ, ટેબલ તથા અન્ય સહકાર માટે www.IACFNJ.org ,અથવા 848-391-0499 ,અથવા info@iacfnj.org દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

 

(12:19 pm IST)