Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

' 3M યંગ સાયન્ટિસ્ટ ' : 3M અને ડિસ્કવરી એજ્યુકેશને 2021 ની સાલ માટે ઘોષિત કરેલા 10 ફાઇનલિસ્ટમાં ઇન્ડિયન અમેરિકન બાળકોનો દબદબો : 10 માંથી 7 બાળકો ભારતીય મૂળના

વોશિંગટન : 3M અને ડિસ્કવરી એજ્યુકેશને તાજેતરમાં 2021 3M યંગ સાયન્ટિસ્ટ ચેલેન્જમાં ટોચના 10 ફાઇનલિસ્ટ અને ચાર માનનીય ઉલ્લેખ મેળવનારાઓની જાહેરાત કરી હતી, જેમાં ભારતીય અમેરિકન બાળકો પ્રભુત્વ ધરાવે છે. જે મુજબ  2021 ની સાલ માટે ઘોષિત કરેલા 10 ફાઇનલિસ્ટમાં 7 બાળકો ભારતીય મૂળના છે.

સ્પર્ધા માટે ફાઇનલિસ્ટમાં સમાવિષ્ટ આ 7 બાળકોમાં નેપરવિલે, ઇલિનોઇસના અભિનવ એની છે; મેરિએટા, જ્યોર્જિયાના સમર્થ મહાપત્ર; સ્નેગ્થા મોહનરાજ વેસ્ટ હેવન, કનેક્ટિકટ; હર્ન્ડન, વર્જિનિયાના વેદા મૂર્તિ; સાન જોસ, કેલિફોર્નિયાના વિરાજ પાંડે; ઓવિડો, ફ્લોરિડાના મોઇત્રી સાંત્રા; અને સાન જોસ, કેલિફોર્નિયાના આદિત તાલુકદારનો સમાવેશ થાય છે.
ઉપરાંત ફ્લોરિડાના ટેમ્પાના ભારતીય અમેરિકનો શ્રીનિજા ચુક્કાપાલી; સાન જોસ, કેલિફોર્નિયાની વરિની કડકિયા; અને કેલિફોર્નિયાના સાન જોસેની અનિકા પલ્લાપોથુને સ્પર્ધાના ભાગરૂપે 3M અને ડિસ્કવરી દ્વારા ચાર માનનીય ઉલ્લેખોમાં નામ આપવામાં આવ્યું છે.

સ્પર્ધા ઇવેન્ટ મિનીપોલિસમાં 3M ઇનોવેશન સેન્ટરમાં 18-19 ઓક્ટોબરના રોજ યોજાશે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:52 pm IST)