Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

યુ.એસ.માં કનેકટીકટ ગવર્નર તરીકેની ઉમેદવારી પાછી ખેંચતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી મુદિતા ભાર્ગવઃ હવે સ્‍ટેટ ટ્રેઝરર તરીકે ઉમેદવારી નોંધાવે તેવી શક્‍યતા

કનેકટીકટઃ ૨૦૦૪ની સાલમાં કેનેડાથી અમેરિકા આવેલા તથા ૨૦૦૭ની સાલથી કનેકટીકટમાં સ્‍થાયી થયેલા ઇન્‍ડિયન અમેરિકન મહિલાસુશ્રી મુદિતા ભાર્ગવએ ગવર્નર પદ માટે નોંધાવેલી ઉમેદવારી પાછી ખેંચી છે તથા હવે તેઓ ૨૬ ફેબ્રુ.ના રોજ સ્‍ટેટ ટ્રેઝરર તરીકે ઉમેદવારી નોધાવે તેવી શક્‍યતા છે.

સુશ્રી ભાર્ગવએ સ્‍થાનિક પબ્‍લીકેશનને જણાવ્‍યા મુજબ સ્‍ટેટની નાણાંકિય પરિસ્‍થિતિ જોતા તેઓ માટે ટ્રેઝરરની પોસ્‍ટ વધુ યોગ્‍ય છે.

સ્‍ટેટ ટ્રેઝરર તરીકેની રેસમાં આ ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી ભાર્ગવ શ્રીલંકન અમેરિકન જોહન બ્‍લેન્‍કલે સામે સ્‍પર્ધા કરશે. ઉપરાંત અન્‍ય ૨ ડેમોક્રેટ ઉમેદવારો પણ સ્‍પર્ધામાં છે. જેમાં હાર્ટફોર્ડ સીટી કાઉન્‍સીલ પૂર્વ પ્રેસિડન્‍ટ શોન વુડન તથા હાર્ટફોર્ડ લોયર અરૂણન અરૂણા લમ્‍પલમનો સમાવેશ થાય છે.

(9:35 pm IST)