Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

અમે હવે ગન કલ્‍ચરનો શિકાર બનવા માંગતા નથીઃ યુ.એસ.માં ફલોરિડાની સ્‍કૂલમાં અંધાધૂંધ ગોળીબારથી ૧૭ વિદ્યાર્થીઓના મોતના ઘેરા પડઘાઃ ૨૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ તથા વાલીઓ રોડ ઉપર ઉતરી આવ્‍યાઃ ગન લો કડક બનાવવાની માંગણી સાથે મૃતક વિદ્યાર્થીઓને શ્રધ્‍ધાંજલી આપી

ફલોરિડાઃ યુ.એસ.ના ફલોરિડામાં આવેલી સ્‍કૂલમાં ૧૪ ફેબ્રુ.ના ૨૦૧૮ના રોજ એક પૂર્વ વિદ્યાર્થીએ કરેલા અંધાધૂંધ ગોળીબારથી ૧૭ વિદ્યાર્થીઓના મોત થયા તથા ૩ વિદ્યાર્થીઓ હજુ પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ બાબતના પડઘા સમગ્ર દેશમાં પડયા છે.

જે અંતર્ગત જુદા જુદા સ્‍ટેટની સ્‍કુલોના ૨૦૦૦ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ રોડ ઉપર ઉતરી આવ્‍યા હતા. તથા ગન લાયસન્‍સ નિયમો કડક કરવાની માંગણી કરી હતી. આ દેખાવકારોએ મૃતક વિદ્યાર્થીઓને શ્રધ્‍ધાંજલી આપી હતી. તથા અમે હવે  ગન કલ્‍ચરનો શિકાર નથી બનવા માંગતા તેવી રજુઆતો સાથે ગન લો મજબુત કરવાની માંગણી કરી હતી.

આ દેખાવો ફલોરિડા, ટેકસાસ, મેરીલેન્‍ડ, વર્જીનીયા સહિતના સ્‍ટેટસમાં યોજાયા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:07 pm IST)