Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

SEWA USA તથા જૈન સોસાયટી ઓફ હયુસ્‍ટનના ઉપક્રમે યોજાઇ ગયેલો ફ્રી વર્કશોપઃ બિમારી સમયે હેલ્‍થકેર, ટેકસ, પ્રોપર્ટી, સહિતની બાબતોના જરૂરી દસ્‍તાવેજો અંગે ઉપયોગી માહિતી અપાઇ

હયુસ્‍ટનઃ યુ.એસ.માં જૈન સોસાયટી ઓફ હયુસ્‍ટન તથા ‘SEWA USA'ના સંયુક્‍ત ઉપક્રમે ૨૮ જાન્‍યુ.ના રોજ ફ્રી વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં સેવા USAના ફેમિલી સર્વિસ પ્રોગ્રામ મેમ્‍બર શ્રી અરવિંદ થેકડીએ SEWA USA દ્વારા અપાતી સેવાઓ વિશે માહિતિ આપી હતી. તથા મુશ્‍કેલીના સમયમાં જરૂર પડયે કયા કયા દસ્‍તાવેજો હાથ ઉપર રાખવા તથા વિયારી સમયે જરૂરી તેમજ ટેકસ તથા પ્રોપર્ટી અંગે ઉપયોગી તમામ દસ્‍તાવેજો તૈયાર રાખવા અંગે ઉપયોગી માહિતિ આપી હતી. ૭૦ ઉપરાંત લોકોએ આ વર્કશોપનો લાભ લીધો હતો. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

 

(10:06 pm IST)