Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ફ્રાન્સમાં કોરોનાથી અવસાન પામેલા 10 ભારતીયોના અસ્થિ લઈને શીખ એનઆરઆઈ વતનમાં આવ્યા : મૃતકોના પરિવારને સોંપશે : ભારતીય મૂળના શ્રી ઇકબાલ સિંહ ભટ્ટીની પ્રશંસનીય કામગીરી

ન્યુદિલ્હી : કોરોના કહેરએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે.જેના કારણે મોટી સંખ્યામાં દરેક દેશના નાગરિકો મોતને ભેટ્યા છે.આ સંજોગોમાં ફ્રાન્સમાં  વસતા 10 ભારતીયોના કોરોના વાઇરસથી મૃત્યુ થયા છે.જેઓના અસ્થિ લઈને શીખ એનઆરઆઈ શ્રી ઇકબાલ સિંહ ભટ્ટી  વતનમાં આવ્યા છે.જે અસ્થિ તેઓ મૃતકોના પરિવાઓને સોંપશે.

શ્રી ઇકબાલ સિંહે  2005 ની સાલથી એક સંગઠન બનાવ્યું છે.જે ફ્રાન્સમાં રહેતા અને કોઈપણ કારણથી મૃત્યુ પામતા ભારતીયોના અસ્થિ વતનમાં પહોંચાડવાનું કામ કરે છે. અત્યાર સુધીમાં તેમના સંગઠને 178 શીખોના મૃતદેહ વતનમાં પહોંચાડ્યા છે. જે અંતર્ગત તેઓ 10 મૃતકોના અસ્થિ લઈને આવ્યા છે.જે પૈકી 7 ભારતીયો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.

(6:59 pm IST)