Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

દુબઈમાં સવારે જોગિંગ માટે નીકળેલી મહિલા સાથે ભારતીય મૂળના યુવાનના અડપલાં : પોલીસ દ્વારા ધરપકડ : કોર્ટ કેસ દરમિયાન કબૂલાત

દુબઇ : દુબઈમાં સવારે જોગિંગ માટે નીકળેલી મહિલા કસરત કરતી હતી ત્યારે તેના શરીરના અમુક ભાગો સાથે અડપલાં કરનાર ભારતીય મૂળના 40 વર્ષીય  યુવાનની ધરપકડ કરવામાં આવી હતી.
        જૂન માસમાં બનેલી ઘટના મુજબ ભારતીય મૂળના યુવાને કસરત કરી રહેલી  મહિલાના અમુક ભાગોને સ્પર્શ કરી અડપલાં કરતા અને બેહુદુ વર્તન કરતા તે રડવા લાગી હતી અને પોલીસને ફોન કર્યો હતો.પરિણામે રાઉન્ડમાં નીકળેલા પોલીસે તેની ધરપકડ કરી હતી.
કોર્ટમાં પોલીસે કરેલા નિવેદન મુજબ આ યુવાન નશો કરેલી હાલતમાં જણાયો હતો.યુવાને મહિલા સાથે બેહુદુ વર્તન કર્યાની કબૂલાત કરી લીધી હતી.તથા માફી માંગી લીધી હતી.
     ચુકાદો 16 સપ્ટેમ્બર ઉપર મુલતવી રખાયો છે.ત્યાં સુધી યુવાનને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:56 pm IST)