Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વ્હાઇટ હાઉસ ફેલો તરીકે ઇન્ડિયન અમેરિકન શિક્ષણશાસ્ત્રી મહિલા સુશ્રી પિયા દાંડિયાની પસંદગી : 2020 - 21 ની સાલ માટે પસંદ કરાયેલા 14 ફેલોમાં સ્થાન મેળવ્યું : શિક્ષણ વિભાગની જવાબદારી સંભાળશે

વોશિંગટન : તાજેતરમાં  અમેરિકાના પ્રેસિડન્ટ કમિશને 2020 - 21 ની સાલ માટે   વ્હાઇટ હાઉસ ફેલો તરીકે  પસંદ કરેલા 14 ફેલોમાં ઇન્ડિયન અમેરિકન શિક્ષણશાસ્ત્રી મહિલા સુશ્રી પિયા દાંડિયાએ સ્થાન મેળવ્યું છે. જેઓ શિક્ષણ વિભાગની જવાબદારી સંભાળશે .

વ્હાઇટ હાઉસ તરીકે  જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતોની પસંદગી કરવામાં આવે છે. જેઓ એક વર્ષ માટે પબ્લિક સેવાઓ આપે છે. જે પૈકી શિક્ષણ વિભાગ માટે સુશ્રી દાંડિયાની પસંદગી કરવામાં આવી છે.

માત્ર 28 વર્ષની ઉંમરે સુશ્રી દાંડિયાએ પોતાની સ્કૂલની ન્યુયોર્કમાં સ્થાપના કરી હતી.તથા સૌથી નાની ઉંમરના પ્રિન્સિપાલ તરીકેના વિક્રમનું સર્જન કર્યું હતું.તેમની સ્કૂલમાં જરૂરિયાતમંદ સ્ટુડન્ટ શિક્ષણ મેળવી પગભર બને છે.જે માટે તેમની સ્કૂલને રિકોગ્નીશન સ્કૂલનું બિરુદ મળ્યું છે.

શિક્ષણ ક્ષેત્રે તેઓ બહોળો અનુભવ ધરાવે છે.તેઓ ઈંગ્લીશ ઉપરાંત સ્પેનિશ તથા હિન્દી ભાષામાં પણ ભણાવી શકે છે.

(6:39 pm IST)