Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું મંત્રીમંડળ એટલે આતંકીઓની ટોળી : પાંચ મંત્રીઓને સંયુક્ત રાષ્ટ્રએ આતંકી ઘોષિત કરેલા છે : હોમ મિનિસ્ટર ઉપર અમેરિકાએ 73 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે : હક્કાની નેટવર્કનો સંચાલક આ હોમ મિનિસ્ટર એફ.બી.આઈ.ના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં : તાલિબાન સરકારને દુનિયાના દેશો માન્યતા આપશે ?

અફઘાનિસ્તાન : અફઘાનિસ્તાનના નવા મંત્રી મંડળને આતંકીઓની ટોળી કહી શકાય તેમ છે. આ મંત્રીમંડળના પાંચ મંત્રીઓને સંયુક્ત રાષ્ટ્રએ આતંકી ઘોષિત કરેલા છે . હોમ મિનિસ્ટર સિરાજુદીન હક્કાની ઉપર અમેરિકાએ 73 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે .ખૂંખાર આતંકવાદી સંગઠન હક્કાનીના આ સંચાલક સિરાજુદીન હક્કાની એફ.બી.આઈ.ના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે.તાલિબાનના સ્થાપક મુલ્લા મોહમદ ઉંમરના  પુત્ર  મુલ્લા યાકુબને રક્ષામંત્રી બનાવાયો છે.

આ આતંકીઓની ટોળી સમાન અફઘાનિસ્તાનની સરકારને દુનિયાના દેશો માન્યતા આપશે કે કેમ તે સવાલ હોવાનું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(10:21 am IST)