Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

અમેરિકામાં આવેલા ' ઈડા ' વાવાઝોડાએ ભારતીય મૂળના 4 નાગરિકોનો ભોગ લીધો : ન્યુજર્સી અને ન્યુયોર્કમાં વાવાઝોડાને કારણે આવેલા ભારે પૂર ના ભયંકર પરિણામો : 2005 ની સાલ પછીનું સૌથી મોટું વાવાઝોડું

ન્યુજર્સી : અમેરિકામાં આવેલા ' ઈડા ' વાવાઝોડાએ ભારતીય મૂળના 4 નાગરિકોનો ભોગ લીધો હોવાનું જાણવા મળે છે. 2005 ની સાલ પછીનું આ સૌથી મોટું વાવાઝોડું છે. જેના કારણે ન્યુજર્સી અને ન્યુયોર્કમાં પાણીના પૂર ફરી વળ્યાં હતા.

પ્રાપ્ત માહિતી મુજબ એડિસન નિવાસી ભારતીય મૂળના ધનુષ રેડ્ડી (31) નામક નાગરિક ગયા અઠવાડિયે સાઉથ પ્લેનફિલ્ડમાં પૂરમાં ફસાઈ ગયા હતા. અને સંતુલન ગુમાવ્યા બાદ તે 36 ઈંચ પહોળી ગટર પાઈપમાં પડી ગયા હતા. તેનો મૃતદેહ સ્થળથી દૂર મળી આવ્યો હતો.

ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચાર અનુસાર, ક્વીન્સમાં તેમના ઘરમાં પૂરના પાણીમાંથી બહાર નીકળવાના પ્રયાસમાં ભારતીય પરિવારના ચાર સભ્યો વહેવા લાગ્યા. પરિવારના વડીલ, દમેશ્વર રામસ્ક્રીટ્સે જણાવ્યું કે તેણે તેની પત્ની તારાનો હાથ પકડીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો. તે બચી ગયો પરંતુ તારા અને તેનો 22 વર્ષનો પુત્ર નિક ડૂબી ગયા.

 ભારતીય મૂળના સોફ્ટવેર ડિઝાઈનર માલતી કાંચે (46) બુધવારે પોતાની 15 વર્ષની પુત્રી સાથે પોતાની કારથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ન્યુ જર્સીના બ્રિજવોટરમાં તેમનું વાહન પાણીમાં ફસાઈ ગયું. કાંચે અને તેની પુત્રીએ ત્યાં એક ઝાડનો સહારો લીધો, પણ વૃક્ષ પડી ગયું.કાંચીનું મૃત્યુ થયું. ઉપરાંત ક્વીન્સમાં બેઝમેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી પરિવારના સભ્યો પણ મૃત્યુ પામ્યા હતા. મિંગમા શેરપા, તેમના પતિ લોબસાંગ લામા અને તેમનો પુત્ર આંગ પણ પૂરમાં મૃત્યુ પામ્યા હતા.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(9:42 am IST)