Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

વિશ્વને કોરોના વિષે જાણ કરવામાં બેજિંગે બે સપ્તાહ મોડું કર્યું : વાયરસને ઝડપથી ફેલાવાની તક આપી : અમેરિકાના વૈજ્ઞાનિક ઇયાન લિપકીનનો ઘટસ્ફોટ : વુહાનમાં ફાટી નીકળેલા રોગચાળાની જાણ વિશ્વ આરોગ્ય સંસ્થાને 16 દિવસ મોડી કરવામાં આવી : રોગચાળાને છુપાવવાના પ્રયત્નોની પોલ ખુલ્લી પાડી દઈ વૈજ્ઞાનિકે ચીનને શરમ જનક સ્થિતિમાં મૂકી દીધું

યુ.એસ. : અમેરિકાની કોલંબિયા યુનિવર્સીટીના પ્રોફેસર વૈજ્ઞાનિક ઇયાન લિપકીને જણાવ્યું છે કે બેજિંગે દુનિયાને કોરોના વિષે જાણ કરી તેના બે સપ્તાહ પહેલા  તેમને  ગઈ હતી. વુહાનમાં ફાટી નીકળેલા રોગચાળાની જાણ વિશ્વ આરોગ્ય સંસ્થાને કરવામાં આવી ત્યાર પહેલા વૈજ્ઞાનિક ઇયાન લિપકીને આલબેલ પોકારી દઈ ચીનને શરમ જનક સ્થતિમાં  મૂકી દીધું હતું .

પ્રોફેસર લિપકીને ડિરેક્ટર સ્પાઇક લીની એક ડોક્યુમેન્ટ્રીમાં જણાવ્યું હતું કે તેમને 15 ડિસેમ્બરે 'નવા ફાટી નીકળેલા રોગની ખબર પડી ગઈ હતી . રિપબ્લિક ઓફ ચાઈના તરીકે ઓળખાતા દેશ તાઇવાને ચેતવણી ઉચ્ચાર્યા બાદ વિશ્વ આરોગ્ય સંગઠનને બીજા 16 દિવસો સુધી આ અંગે જાણ કરવામાં આવી ન હતી .તેમ છતાં ચીન દાવો કરે છે કે 11 મિલિયન લોકોની વસતિ ધરાવતા વુહાનમાં તે સમયે માત્ર પાંચ દર્દીઓ હતા.

ચીને વિશ્વને કોરોના વાઇરસ વિષે બે સપ્તાહ મોડી જાણ કરીને  વાયરસને ઝડપથી ફેલાવાની તક આપી. ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન ટોરી સાંસદ ટોમ તુગેન્ધતે કહ્યું, 'વુહાનમાં વાયરસની ઉત્તપત્તિનું મૂળ હજી પણ ઘણા પ્રશ્નો ઉભા કરે છે જેના જવાબો મળવા જરૂરી છે. જેથી આપણે રોગચાળાના પુનરાવર્તનને ટાળી શકીએ જેણે આપણા બધાને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે.ચીને આ માટેના અવરોધો હટાવી દેવાની જરૂર છે.પ્રોફેસર લિપકીને રોગચાળાને છુપાવવાના ચીનના પ્રયત્નોની પોલ  ખુલ્લી પાડી દીધી છે. તેવું ડેઇલી મેઈલ દ્વારા જાણવા મળે છે.

(10:31 am IST)