Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પાકિસ્તાનમાં 8 વર્ષના હિન્દૂ બાળક ઉપર ઇશનિંદાનો આરોપ : મસ્જિદમાં જઈને પાણી પીધું અને બહારના ભાગમાં રાખવામાં આવેલી કાર્પેટ ઉપર લઘુશંકા કરી એટલે ઇશનિંદા : મોતની સજા થઇ શકે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપરના અત્યાચારો દિન પ્રતિદિન વધતા જાય છે. સગીર હિન્દૂ બાલિકાઓના અપહરણ કરી ફરજીયાત ધર્માન્તર અને શાદીના બનાવો વધી રહ્યા છે.તે સંજોગોમાં પાકિસ્તાનમાં 8 વર્ષના હિન્દૂ બાળક ઉપર ઇશનિંદાનો આરોપ લગાવી તેની ધરપકડ કરવામાં આવી છે. આટલી નાની ઉંમરનો ઇશનિંદાનો આરોપી ગણાતો આ  સૌપ્રથમ વ્યક્તિ છે.

બાળક ઉપરનો આરોપ એ હતો કે તેણે મસ્જિદમાં જઈ પાણી પીધું અને મદ્રેસાની બહારના ભાગમાં રાખવામાં આવેલી કાર્પેટ ઉપર લઘુશંકા કરી હતી. આ કારણને ઇશનિંદા ગણી તેની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપ બદલ મોતની સજા થઇ શકે છે.

(10:29 am IST)