Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ઇન્‍ડિયન અમેરિકન સંશોધક ડો.રાજીવ જોશીને ડેનિઅલ ઇ નોબલ એવોર્ડઃ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇલેટ્રીકલ એન્‍ડ ઇલેકટ્રોનિક એન્‍જીનીયર્સ (IEEE) દ્વારા બહુમાન કરાયું

મેસ્‍સેચ્‍યુએટસઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર ડો.રાજીવ જોશીને ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇલેકટ્રીકલ એન્‍ડ ઇલેકટ્રોનિકસ એન્‍જીનીયર્સ (IEEE) દ્વારા ૨૦૧૮ની સાલનો ડેનિઅલ ઇ નોબલ એવોર્ડ આપી સન્‍માન કરાયું છે.

IBM એકેડેમી ઓફ ટેકનોલોજી મેમ્‍બર ડો.જોશીને આ એવોર્ડ ઇન્‍ટર કનેકટ ટેકનોલોજીના વિભાગો, VLSI મેમરી, તથા સર્કિટ અને મેમરીના વિકાસ માટે એનાયત કરાયો છે.

તેઓ ટી.જે.વોટસન રીસર્ચ સેન્‍ટરના ટેકનીકલ વિભાગને ચાવીરૂપ નેતૃત્‍વ પુરૂ પાડે છે. IIM મુંબઇના ગ્રેજ્‍યુએટ ડો.જોશીએ મેસ્‍સેચ્‍યુએટસ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી બેચલર તથા માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે. તેમણે ૨૨૫ જેટલા સંશોધનો કર્યા છે. તથા તેઓ ૩૫૦ જેટલા ઇન્‍ટરનેશનલ પેટન્‍ટસ ધરાવે છે.

(9:30 pm IST)