Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

‘‘બમ બમ ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ ‘‘મહા શિવરાત્રી'' ઉજવાશે : સમુહ પૂજન, અભિષેક, ધૂન, ભજન તથા આરતીમાં સામેલ થવા ભાવિકોને પાઠવાયેલું આમંત્રણ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી :  યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્‍ડ મુકામે આગામી ૧૩ ફેબ્રુ. ર૦૧૮ મંગળવારના રોજ ‘‘મહા શિવરાત્રી'' પર્વની ઉજવણી કરાશે.

ઉજવણી અંતર્ગત સમુહ શિવલીંગ પૂજાનું આયોજન કરાયું છે. અભિષેક તથા આરતીનો સમય સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ દરમિયાન તથા ધૂન, ભજન, અને આરતીનો સમય સાંજે પ થી ૭ વાગ્‍યા દરમિયાન રાખવામાં આવ્‍યો છે.

સમુહ શિવલીંગ પૂજા રાત્રે ૮ વાગ્‍યાથી ૯-૩૦ વાગ્‍યા દરમિયાન કરાશે જેમાં ભાગ લેનાર દરેકને પૂજા માટે શિવલીંગ અપાશે.

પરંપરાગત અભિષેક રાત્રે બીજા, ત્રીજા તથા ચોથા પ્રહરે કરી આખી રાત પૂજા પ્રાર્થના કરાશે.

પૂજા વિધિ માટે ૧૦૧ ડોલર ડોનેશન રાખવામાં આવેલ છે. તથા તે માટે અગાઉથી રજીસ્‍ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.

વિશેષ માહિતી માટે શ્રી ચંદ્રકાંત ચોવ (૩૦૧-૪ર૧-૦૯૮પ) અથવા શ્રી વિનોદ પટેલ (૩૦૧-પર૬-૩૦૯૬)નો સંપર્ક સાધવા જણાવાયું છે.

 વિશેષમાં જણાવાયા મુજબ મંદિરની સ્‍થાપનના રપ વર્ષની રજત જયંતિ જુન -ર૦૧૮માં ઉજવાશે જેની વિગત હવે પછી પ્રસારિત કરાશે.

(9:38 pm IST)
  • કલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા access_time 2:03 pm IST

  • ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST

  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST