News of Friday, 9th February 2018

‘‘ઝંડા ઊંચા રહે હમારા'': અમેરિકામાં યુ.એન.ખાતેના PMI તથા ન્‍યુયોર્ક ખાતેની ભારતની કોન્‍સ્‍યુલ ઓફિસના સંયુક્‍ત ઉપક્રમે ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવાયો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકામાં યુનાઇટડે નેશન્‍શ ખાતેના પરમેનન્‍ટ મિશન ઓફ ઇન્‍ડિયા તથા ન્‍યુયોર્ક ખાતે આવેલ ભારતની કોન્‍સ્‍યુલ ઓફિસના સંયુક્‍ત ઉપક્રમે ૨૬ જાન્‍યુ.ના રોજ ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો. યુનાઇટેડ નેશન્‍શના હેડ કવાર્ટરમાં કરાયેલી આ ઉજવણીમાં ૨૦૦ ઉપરાંત આમંત્રિતો હાજર રહ્યા હતા. તથા સાંજે યોજાયેલા સાંસ્‍કૃતિક અને ડીનર પ્રોગ્રામમાં ચીન,રશિયા, ફ્રાન્‍સ તથા બ્રિટનના એમ્‍બેસેડરએ પણ હાજરી આપી હતી.

ઉપરાંત ન્‍યુયોર્ક, વોશીંગ્‍ટન ડીસી સહિતના શહેરોમાં આવેલા ભારતીય દૂતાવાસો દ્વારા ભારતનો પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો. તેવું TVAsia ન્‍યુઝી દ્વારા જાણવા મળે છે

(9:36 pm IST)
  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • દિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી access_time 11:45 am IST