News of Thursday, 8th February 2018

યુ.કે.ની બર્મિગહામ યુનિવર્સિટી ઇન્‍ટરનેશન કોલેજ દ્વારા ભારતીય મૂળના વિદ્યાર્થી રચિત પટેલનું બહુમાન : કોલેજના એક હજારમા વિદ્યાર્થી તરીકે નોંધાવા બદલ ૧૦૦૦ પાઉન્‍ડની ગ્રાન્‍ટ

લંડન :  યુ.કે.ની બર્મિગહામ સીટી યુનિવર્સિટી ઇન્‍ટરનેશનલ કોલેજના એક હજારમા વિદ્યાર્થી તરીકે નોંધાવા બદલ ભારતીય મૂળના વિદ્યાર્થી ૧૯ વર્ષીય રચિત પટેલનું યુનિવર્સિટી દ્વારા બહુમાન કરી તેને ૧ હજાર પાઉન્‍ડ ગ્રાન્‍ટ આપવામાં આવી છે.

યુનિવર્સિટીની આર્ટ એન્‍ડ ડીઝાઇન ફાઉન્‍ડેશન પ્રોગ્રામ ધરાવતી કોલેજમાં તેણે એડમિશન લીધુ છે. તથા એક હજારમાં વિદ્યાર્થી તરીકે આગમન બદલ મુંબઇના આ રચિત પટેલએ આનંદ તથા રોમાંચ વ્‍યકત કર્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:50 pm IST)
  • પંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST

  • દિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી access_time 11:45 am IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST