Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

જો મહિલાઓની સુન્‍નત થતી નહીં અટકાવાય તો ૨૦૩૦ની સાલ સુધીમાં ૬૮ મિલીયન જેટલી મહિલાઓ તેનો ભોગ બનશે : યુ.એન. દ્વારા ૬ ફેબ્રુ.ના રોજ ઉજવાયેલા ‘‘હયુમન રાઇટસ ફોર વીમેન એન્‍ડ ગર્લ્‍સ ડે'' પ્રસંગે સેક્રેટરી જનરલ શ્રી એન્‍ટોનિઓનું લાલબતી સમાન ઉદબોદન

વોશીંગ્‍ટન : યુનાઇટેડ નેશન્‍સના સેક્રેટરી જનરલ શ્રી એન્‍ટોનિઓ ગુપ્‍રસએ ૬ ફેબ્રુ.ના રોજ ઇન્‍ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્‍સ ફોર ફીમેલ જેનિટલ મ્‍યુટીલેશન પ્રસંગે ચોંકાવનારૂ તથા લાલબતી સમાન ઉદબોધન કર્યુ હતું.

તેમણે જણાવ્‍યું હતું કે અમુક દેશોમાં કરાતી બાળકીઓની સુન્‍નત જો અટકાવવામાં નહીં આવે તો ૨૦૩૦ની સાલમાં  ૬૮ મિલીયન જેટલી યુવતિઓ સુન્‍નતનો ભોગ બનેલી હશે જે બાબતે ‘‘હયુમન રાઇટસ ઓફ વીમેન એન્‍ડ ગર્લ્‍સ'' ના ભંગ સમાન છે.

તેમણે ઉમેર્યુ હતું કે ૩ ખંડોના ૩૦ દેશોમાં ૨૦૦ મિલીયન મહિલાઓ સુન્‍નતનો ભોગ બનેલી છે. તથા દર વર્ષે અંદાજે ૩૯ લાખ જેટલી બાલિકાઓની સુન્‍નત થાય છે. જે મહિલાઓ તથા બાલિકાઓના માનવી અધિકારતા ભંગ સમાન છે. તેથી આ બાબત અટકાવવા ત્‍વરિત કાર્યવાહી કરવી જરૂરી છે.

(9:49 pm IST)