Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

યુ.એસ.ની કોર્નવેલ યુનિવર્સિટીની બિઝનેસ સ્‍કૂલના ડીન પદેથી ઇન્‍ડિયન અમેરિકન શ્રી સૌમિત્ર દતાનું રાજીનામું : સ્‍કુલના બોર્ડ ઓફ પ્રોફેસરના પદ ઉપર ચાલુ રહેશે

ન્‍યુયોર્ક : અમેરિકાની કોર્નવેલ યુનિવર્સિટીનાી એસલી જોહનસન કોલેજ ઓફ બિઝનેસના ડીન પદેથી ઇન્‍ડિયન અમેરિકન શ્રી સૌમિત્ર દતાએ રાજીનામું આપ્‍યું છે.

અચાનક આપેલા રાજીનામાનું કારણ જાણવા મળી શકયુ નથી. પરંતુ તેઓ સ્‍કુલના બોર્ડ ઓફ પ્રોફેસર પદ ઉપર ચાલુ રહેશે. તેવું સ્‍કુલના  સંચાલકોએ જણાવ્‍યું હતું.

શ્રી દતા આઇ આઇ ટી દિલ્‍હીના ગ્રેજયુએટ છે. તથા તેમણે ઇલેકટ્રીકલ એન્‍જીનીયરીંગ એન્‍ડ કોમ્‍યુટર સાયન્‍સ સાથ બી.ટેક. ડીગ્રી મેળવેલી છે. તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેમાંથી કોમ્‍યુટર સાયન્‍સ વિષય સાથે ડોકટરેટ કરેલુ છે. તથા માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે. તેમજ તેઓ એમ.બી.એ થયેલા છે.

(9:16 pm IST)