News of Wednesday, 7th February 2018

યુ.એસ.માં ઇલિનોઇસ વેટરનરી બોર્ડના પ્રેસિડન્‍ટ તરીકે ચૂંટાઇ આવતા ઇન્‍ડિયન અમેરિકન ડો. જગજીત ‘‘જેક'' બ્રાર

ઇલિનોઇસ : યુ.એસ. સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ડો.જગજીત ‘‘જેક'' બ્રાર ઇલિનોઇસ વેટરનરી બોર્ડના પ્રેસિડન્‍ટ તરીકે ચૂંટાઇ આવ્‍યા છે.

શિકાગોના થોમ્‍પસન સેન્‍ટરમાં ૩૧ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ મળેલી ઇલિનોઇસ ડીપાર્ટમેન્‍ટ ઓફ ફાઇનાન્‍શીઅલ એન્‍ડ પ્રોફેશ્‍નલ રેગ્‍યુલેશન ઓફ વેટરનરી બોર્ડની મીટીંગમાં તેઓ ચૂંટાઇ આવ્‍યા છે. તેવી ઘોષણા કરાઇ હતી.

છેલ્લા સાત વર્ષથી બોર્ડના મેમ્‍બર તરીકે કાર્યરત ડો. બ્રાર આ અગાઉ ૨૦૧૪ ની સાલમાં પણ બોર્ડ પ્રેસિડન્‍ટ તરીકે સેવાઓ આપી ચૂકયા છે તેઓ એનિમલ વેલ્‍ફેર ક્ષેત્રે સેવાઓ આપશે.

(9:14 pm IST)
  • દિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી access_time 11:45 am IST

  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST

  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો : પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ : જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી, મી, દૂર કેન્દ્રબિંદુ : નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 9:22 am IST