Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

‘‘મિસ ટીન ૨૦૧૮'': કેનેડાના બ્રેમ્‍પટનમાં યોજાયેલી સ્‍પર્ધાનો તાજ ગુજરાતી મૂળની યુવતિ જીંકલ મહેતાના શિરેઃ આગામી દિવસોમાં યોજાનારી રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેશે

ટોરોન્‍ટોઃ કેનેડાના બ્રેમ્‍પટનમાં યોજાયેલી ‘‘મિસ ટીન ૨૦૧૮''નો તાજ ગુજરાતી મૂળની યુવતિ જીંકલ મહેતાના શિરે ગયો છે. કુલ ૧૮ યુવતિઓ વચ્‍ચે યોજાયેલી આ સ્‍પર્ધામાં વિજેતા બનેલી જીંકલ હવે રાષ્‍ટ્રિય કક્ષાની મિસ ટીન સ્‍પર્ધામાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે આ સ્‍પર્ધામાં સ્‍વિમ સુટ, ઇવનિંગ ગાઉન, ફોટોજેનિક, તથા પર્સનલ ઇન્‍ટરવ્‍યુના આધારે પસંદગી થાય છે.

(9:43 pm IST)
  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST

  • સીરિયાએ ઇઝરાયલનું ફાઇટર જેટ હવામાજ ફૂકી માર્યું : વળતા જવાબમાં ઇઝરાયેલે સીરિયા પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા : ઇઝરાયલના લશ્કરી પ્રવક્તા જોનાથન કોનરીક્સ અનુસાર દમાસ્કસની નજીકના ચાર ઈરાનિયન લક્ષ્યાંકો ઇઝરાયલે ફૂંકી માર્યા છે. access_time 7:35 pm IST

  • ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST