Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ઇંડિયન - અમેરિકન ડેમોક્રેટ અમિત જાનીનો અમેરિકામાં ડંકો : જો બાઇડેનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા : એશિયન મતદારોમાં જબરું પ્રભુત્વ : એનઆરજી સમુદાયમાં કાબિલેદાદ કામગીરી : હાલમાં તેઓ જો બાઇડેન નેશનલ કેમ્પેન AAPI સંસ્થાના ડિરેક્ટર છે

અમેરિકાના ગુજરાતીઓમાં ખૂબ લોકચાહના ધરાવનાર અને AIANA સંસથના સ્થાપક સભ્ય સ્વ. સુરેશભાઈ જાની અને અકિલાના અમેરિકા - ન્યુજર્સી ખાતેના પ્રતિનિધિ અને અકિલા પરિવારના આપ્તજન એવા સુ. શ્રી દીપ્તિબેન જાનીના પુત્ર અમિત જાનીની થઈ રહી છે ચોમેર પ્રશંશા

ન્યુ જર્સી : તાજેતરમાં અમેરિકામાં  થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ભારતીયોની સાથે ગુજરાતીઓનો પણ દબદબો જોવા મળ્યો છે. અમેરિકાની 2020ની આ ચૂંટણીમાં મૂળ  મહેસાણાના અને અમેરિકા સ્થાયી થયેલા માતા - પિતાના પુત્ર અમિત જાનીએ અમેરિકામાં ડંકો વગાડ્યો છે.

અમેરિકી મીડિયા દ્વારા જાહેર થયેલ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડેન વિજેતા થયા છે અને અનેક ભારતીયો પણ ચૂંટાયા છે, જેમાં ગુજરાતીઓનો પણ દબદબો જોવા મળ્યો છે. જેમાં ઇંડિયન - અમેરિકન ડેમોક્રેટ અમિત જાનીએ રાષ્ટ્રપતિની થયેલી 2020ની આ ચૂંટણીમાં બજાવેલ મહત્વપૂર્ણ ભૂમિકાની ચોમેર પ્રશંશા થઇ રહી છે અને તે યુવા ડેમોક્રેટ નેતા તરીકે ઊભરી આવ્યા છે. આ ચુટણીમાં ડેમોક્રેટિક પાર્ટીમાં તેમની કાબિલેદાદ કામગીરી જોઈ ને નજીકના ભવિષ્યમાં તેમને પ્રોજેકટેડ પ્રેસિડેંટ બાઈડેન ની સરકારમાં મહત્વનુ પદ પણ મળી શકે છે તેમ રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

ભારતના ગુજરાતમાંથી આવેલા ઈમિગ્રાન્ટ માતા-પિતાના પુત્ર અમિત જાની નાનપણથી જ  પોતાના માતા- પિતાની જેમ અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી માટે કામ કરી રહ્યા છે. ભણતર સાથે જ હાઈસ્કૂલના વર્ષોમાં ઇન્ટરશીપ મેળવવાનું તેમણે શરૂ કર્યું હતું. પોલિટિકલ સાયન્સ, ઇકોનોમિક્સ, જર્નાલિઝમમાં હોનર સ્ટુડન્ટ કર્યા બાદ પોલિટિકલ સાયન્સમાં તેઓએ માસ્ટર ડિગ્રી મેળવી છે.

સેનેટર બોબ મેનડેઝના કેમપેઇનમાં કામ કરીને તેઓને વિજય અપાવી DOT માં ડાયરેક્ટર તરીકે નિમણુંક થતા ત્યાં કામ કરતા હતા. બાઇડેનના કેમપેઇન માંથી ઓફર આવતા તેમાં નેશનલ એશિયન અમેરિકાનન એન્ડ પેસિફિકમાં ડાયરેક્ટર તરીકે પ્રશંશાજનક કાર્ય કરી અલગ અલગ સમુદાયના લોકોની કમિટી બનાવી (ચાઈનીઝ, ફિલિપિનો જાપાનીઝ વિયેતનામી, ઇન્ડિયન , બાંગ્લાદેશી) સવારે પાંચ વાગ્યા થી રાત્રે 12 વાગે કે તેનાથી પણ વધારે આ મહિનાઓમાં કામ તેઓએ કર્યું છે અને જો બાઇડેન-કમલા હૈરીસને વિજયી મોટો ભાગ ભજવ્યો છે

ગુજરાતીઓ સહીત એશિયન મતદારોમાં જબરું પ્રભુત્વ ધરાવતા અમિત જાનીનો અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી કંપેઇનમાં મહત્વનો ફાળો રહ્યો છે તેઓ જો બિડન કમપેન નેશનલ AAPI સંસ્થાના ડિરેક્ટર પણ છે. ન્યૂજર્સીના રાજકારણના '30 અંડર 30' ની યાદીમાં સ્થાન મેડવ્યું હતું, જેના માટે પણ અમિત જાની એ કરેલ કાબિલેદાદ કામગીરીના ખુબ જ વખાણ અમેરિકન અને ગુજરાતી સમુદાયમાં થઇ રહ્યાં છે.

અમેરિકાના ગુજરાતીઓમાં ખૂબ લોકચાહના ધરાવનાર અને AIANA સંસથના સ્થાપક સભ્ય સ્વ. સુરેશભાઈ જાની અને અકિલાના અમેરિકા - ન્યુજર્સી ખાતેના પ્રતિનિધિ અને અકિલા પરિવારના આપ્તજન એવા સુ. શ્રી દીપ્તિબેન જાનીના પુત્ર અમિત જાની જર્સી સિટીના વતની છે અને ત્યાં તેઓ હાલમાં રહે છે. તેઓ રુટગર્ટસ યુનિવર્સીટીના પૂર્વ સ્ટુડન્ટ છે.

યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત ઇન્ડિયન અમેરિકન અમિત જાની હાલના ગવર્નર ફીલ મરફીના વહીવટી તંત્રમાં પણ સેવાઓ આપી ચૂક્યા છે. હાલ તેઓ એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેંડર ( AAPI ) ના ડિરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. આ સાથે તેઓએ મર્ફી - ઓલિવર ગવર્નર કમપેન, યુ.એસ.સેનેટર બોબ મેનેનડેઝ તથા ન્યુ જર્સી ડેમોક્રેટિક સ્ટેટ કમિટીમાં પણ ફરજ બજાવી છે.

આ અગાઉ તેઓએ ન્યૂજર્સીના છઠ્ઠા ડિસ્ટ્રિક્ટના કોંગ્રેસમેન ફ્રેન્ક પેલ્લોન જુનીઅરના ચૂંટણી કમપેનમાં સેવાઓ આપી હતી. આ ફરજ બજાવ્યા પહેલા તેમણે વોશિંગટન ડી.સી.માં કોંગ્રેસવુમન જુડી ચુ માટેની તેમજ કોંગ્રેશનલ એશિયન પેસિફિક અમેરિકન કોક્સ (CAPAC) કમપેનમાં  કાયદાકીય ગતિવિધીઓ માટે સેવાઓ આપી હતી. ઉપરાંત તેમણે મિડલસેક્સ કાઉન્ટી ડેમોક્રેટ કમિટી ના મેમ્બર તરીકે પણ સેવાઓ આપેલી છે. તેઓએ હડસન કાઉન્ટી સ્કૂલ્સ ઓફ ટેક્નોલોજી ફાઉન્ડેશનના એડવાઈઝરી બોર્ડમાં પણ સેવાઓ આપી છે.

અમેરિકાની સરકાર તથા દેશના રાજકારણમાં એશિયન અમેરિકનોને પ્રતિનિધિત્વ મળે તે માટે રચાયેલ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓ ન્યૂજર્સીના યુવા સમૂહને નેતૃત્વની તાલીમ આપવા માટેના 2015 ની સાલથી શરૂ થયેલ સમર ટ્રેનિંગ પ્રોગ્રામમાં પણ અગ્રેસર છે. તથા ટ્રેનિંગમાં આવેલા યુવા સમૂહને રાજકારણ અને કોમ્યુનિટી સેવા માટેના પાઠ ભણાવવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

(12:00 am IST)