Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

' ગોવિંદા આલા ' : અમેરિકાના ન્યૂજર્સીમાં 30 ઓગસ્ટ 2021 સોમવારે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે : પાર્લીન ન્યુજર્સી મુકામે આવેલા શ્રી દ્વારકાધીશ ટેમ્પલમાં થનારી ઉજવણી અંતર્ગત ઠાકોરજીને પંચામૃત ,શૃંગાર ,રાજભોગ ,સહીત વિવિધ કાર્યક્રમો બાદ રાત્રે 12 વાગ્યે ' કૃષ્ણ જન્મ ' : 31 ઓગસ્ટ મંગળવારે ' નંદ મહોત્સવ '

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ભારતની માફક અમેરિકામાં પણ દર વર્ષે ભારે ઉમંગપૂર્વક કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવે છે. જે મુજબ શ્રી દ્વારકાધીશ ટેમ્પલ , 717, વોશિંગટન રોડ ,પાર્લીન ન્યુજર્સી ( www.dwarkadhishtemple.org ) ( કોન્ટેક નં 732-254-0061 ) મુકામે 30 ઓગસ્ટ 2021 સોમવારે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે .

ઉત્સવની ઉજવણી અંતર્ગત ઠાકોરજીને પંચામૃત સવારે 7-00 વાગ્યે , શૃંગાર તિલક દર્શન સવારે 11-30 કલાકે ,રાજભોગ બપોરે 1-00 વાગ્યે , ઉત્થાપન સાંજે 6-30 કલાકે ,સંધ્યા આરતી સાંજે 7-30 વાગ્યે ,શયન જાગરણ રાત્રે 9-30 કલાકે ,તથા ભજન સંધ્યાનો કાર્યક્રમ રાત્રે 10-00 વાગ્યાથી 11-50 કલાક દરમિયાન રાખવામાં આવેલ છે.કૃષ્ણ જન્મ દર્શન રાત્રે 12-00 વાગ્યે થશે.

દહીં હાંડી ( મટકી ફોડ ) રમવા માટે આપની ટોળકી ( ટીમ ) સાથે આવી શકાય છે.

જન્માષ્ટમી દર્શનમાં આવેલા ભાવિકો માટે દર્શન પછી નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે.

' નંદ મહોત્સવ ' 31 ઓગસ્ટ મંગળવારે ઉજવાશે. નંદ મહોત્સવના દર્શન પલનામાં 10-30 વાગ્યે થશે.

વધુ માહિતી માટે મંદિરના કાર્યાલયનો કોન્ટેક નં 732-254-0061 દ્વારા સંપર્ક કરી શકાશે .

(12:27 pm IST)